SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ત્રીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર ૨૧૧ જો સ્થાવરમાં જન્મ મળ્યો હોય તો તેની સ્વકાસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી છે. આ રીતે જો એકેન્દ્રિય કે નિગોદમાં જન્મ્યા તો ફરીથી મનુષ્ય ભવને મળતાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રાહ જોવી પડે તેવી શક્યતા છે. સર્વાર્થસિદ્ધની પ્રાપ્તિ કરાવનાર અથવા તીર્થંકર નામકર્મ જેવી પુણ્ય પ્રકૃતિ બંધાવનારા શુભ કર્મો અને સાતમી નરકમાં લઈ જનારા અશુભકર્મો પણ કર્મભૂમિમાં જ બંધાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ કર્મભૂમિમાં જ જન્મ પ્રાપ્ત કરીને દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી એવા સંસારનો કર્મપુરૂષાર્થના બળે વહેલામાં વહેલી તકે છેદ કરીએ અને મોક્ષ પ્રાપ્ત કરીએ એ જ બોધ આ અધ્યાયમાંથી આપણે લેવાનો છે. - સાતમા સૂત્રથી સૂત્રકાર મહર્ષિ તિચ્છલોકમાં રહેલા અસંખ્યાત દ્વીપ - સમુદ્રોનું વર્ણન કરે છે. એક લાખ યોજનવાળા જંબૂદ્વીપની મધ્યમાં ૧ લાખ યોજન ઊંચો મેરૂ પર્વત છે જે ત્રણે લોકમાં વહેંચાયેલો છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થકર ભગવંતને મેરૂ પર્વત પર લાવીને ૬૪ ઈંદ્રો અને સમગ્ર દેવલોકના ઘણા દેવો જન્માભિષેક ઉજવે છે. જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો છે અને છ મોટા પર્વતો છે, જે સાત ક્ષેત્રને છૂટા પાડે છે. સૌથી નીચે ભરતક્ષેત્ર છે અને સૌથી ઉપર ઐરાવતક્ષેત્ર છે. ભરતક્ષેત્રમાં છ ખંડ છે જેમાં પાંચ ખંડ અનાર્યભૂમિ કહેવાય છે. આપણી ભૂગોળ પ્રમાણે કહેવાતા દેશો માત્ર એક જ ખંડમાં છે. ભરતક્ષેત્રથી પહોળાઈમાં અર્થાત્ ઉત્તર દક્ષિણ સ્વરૂપે ચોસઠ (૬૪) ગણુ મોટું મહાવિદેહક્ષેત્ર છે, જ્યાં વર્તમાનમાં ચાર વિહરમાન તીર્થંકર પરમાત્મા વિચરી રહ્યા છે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલો માનવી આત્મ પુરૂષાર્થના બળે તે જ ભવમાં નિર્વાણ પામી મોક્ષે જઈ શકે છે. જંબૂદ્વીપ થાળી આકારે છે, વલયાકારે તેને ફરતો લવણ સમુદ્ર પછી ક્રમ પ્રમાણે વલયાકારે તેને ફરતા ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર, અને અર્ધપુષ્કરદ્વીપ રહેલા છે. આ અઢીદ્વીપમાં જ મનુષ્યનો જન્મ અને મૃત્યુ થાય છે, અઢીદ્વીપમાં પાંચ મેરૂ પર્વત છે, પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. કુલ ૧૫ કર્મભૂમિ છે અને ૧૦૧ મનુષ્યના ક્ષેત્રો છે. ૧૫ કર્મભૂમિ સિવાય બાકીના ક્ષેત્રોમાં યુગલિકો જન્મે છે. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કર્મભૂમિમાં જ જન્મ લેવો પડે. ત્રીજા અધ્યાયનો સાર એ છે કે, જો તારે આવા નરકના દુઃખો જોઇતા નથી. તો તું અન્ય માટે સુખરૂપ થવા પ્રયત્ન કર. જીવ પોતાના કર્મથી દુઃખ ભોગવવાનો છે. પણ તું શા માટે કાયદો હાથમાં લે છે?
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy