________________
ત્રીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
સ ત્રકાર મહર્ષિ પૂજ્ય ઉમાસ્વાતિજીએ ત્રીજા અધ્યાયમાં કુલ અઢાર (૧૮) સૂત્રો આપીક અધોલોક અને તિર્થાલોક વિષે ભરપૂર માહિતી આપી છે.
પહેલા જ સૂત્રમાં ૧૪ રાજલોક રૂપી વિશ્વમાં અધોલોકમાં સાત નરક ક્યાં રહેલી છે તે વાત કરીને ત્રીજા સૂત્રમાં સાતે નરકની ક્રમ પ્રમાણે વધતી જતી અશુભ વસ્તુઓનું વર્ણન કર્યું છે. નરકમાં કશું જ શુભ નથી. દેહ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરાધીનતા, ભય, શોક અને અસહ્ય વેદના સાતે નરકમાં ઉત્તરોત્તર અધિક અધિક અશુભ હોય છે. જાણવા માત્રથી ધ્રુજારી છૂટે એવા ભયંકર દુઃખો નરકના જીવોને વેઠવા પડે છે.
ચાર ગતિમાં નરકગતિ જ એક એવી ગતિ છે જ્યાં પ્રતિપળે નારકો મૃત્યુ ઈચ્છે છે. હદ તો ત્યાં છે કે નારકો પરસ્પર એકબીજાને દુશ્મન સમજીને અંદર અંદર લડે છે. માત્ર સમ્યગૃષ્ટિ જીવો પૂર્વ ભવના પાપો જાણે છે અને દુઃખ સહન કરે છે. પરમાધામી દેવો નારકોને ભયંકર ત્રાસ આપીને આનંદ લૂંટે છે.
આ સમજ્યા પછી આપણે બોધ લેવાનો છે કે વર્તમાન ભવમાં કુર અને હિંસક પાપોથી બચી જઈએ. નહિતો નરકના દુઃખો નછૂટકે જન્મથી મૃત્યુ સુધી ક્ષણે ક્ષણે સહન કરવા પડશે. માત્ર તીર્થકરોના કલ્યાણકોના સમયે સહજ શાતા મળે, બાકી તો દુ:ખ જ દુ:ખ.
નરકનું અસ્તિત્વ ભલે આપણે જોઈ ન શકીએ પણ સર્વજ્ઞ કેવળી ભગવંતોને પ્રત્યક્ષ છે. જે જીવો જીવનભર કુર હિંસા કરે તેનું ફળ ભોગવવા માટે મનુષ્યગતિ પર્યાપ્ત નથી.
છેલ્લા ૧૮માં સૂત્રમાં મનુષ્યો અને તિર્યંચોની, ભવસ્થિતિ અને કાયસ્થિતિ બતાવી છે. વર્તમાન ભવના આયુષ્યનો કાળ તે ભવસ્થિતિ અને તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ તે સ્વકાયસ્થિતિ કહેવાય છે. મનુષ્ય મૃત્યુ પામીને પુનઃપુનઃ સાત ભવ સુધી અથવા આઠ ભવ સુધી મનુષ્યપણે જન્મી શકે છે. આઠમો ભવ થાય તો નિયમ અકર્મભૂમિનો જ થાય છે.