________________
૨૦૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૮ શંકા અવસર્પિણી કાળમાં એક થી છ આરામાં જન્મેલા મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય?
સમાધાનઃ અવસર્પિણી કાળમાં - ચાર કોડાકોડી સાગરોપમનો સુષમ સુષમ નામનો પહેલો આરો છે. તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ હોય છે. ત્રણ કોડાકોડી સાગરોપમનો સુષમ નામનો બીજો આરો છે તેમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ
આયુષ્ય બે પલ્યોપમ હોય છે. (૩) બે કોડાકોડી સાગરોપમનો સુષમ-દુષમ નામનો ત્રીજો આરો છે. તેમાં મનુષ્યનું
ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલયોપમ હોય છે. (૪) બેતાલીશ હજાર વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમના દુષમ - સુષમ નામના
ચોથા આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક ક્રોડ પૂર્વ હોય છે.
૧ કોડ પૂર્વ-૭૦૫૬OOOOOOO૦ આટલા ક્રોડ વર્ષો. (૫) એકવીસ હજાર વર્ષના દુષમ નામના પાંચમા આરામાં મનુષ્યનું જઘન્ય આયુષ્ય
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષ હોય છે. (૬) એકવીસ હજાર વર્ષના દુષમ દુષમ નામના છઠ્ઠા આરામાં મનુષ્યનું જઘન્ય
આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષ હોય છે. ઉત્સર્પિણી કાળમાં બિલકુલ ઉલ્ટી સ્થિતિ હોય છે.