________________
૨૦૮ અધ્યાય : ૩, સૂત્ર-૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ધાતકીખંડ મેરૂની બંને બાજુ ચાર, ચાર લાખ યોજન છે. એટલે કુલ આઠ લાખ થાય.
કાલોદધિ સમુદ્ર મેરૂની બંને બાજુ આઠ, આઠ, લાખ યોજન છે. એટલે કુલ સોળ લાખ થાય.
અર્ધપુષ્કર દ્વીપ મેરૂની બંને બાજુ આઠ, આઠ લાખ યોજન છે. એટલે કુલ સોળ લાખ થાય.
આમ અઢીદ્વીપ સુધીના દ્વીપ - સમુદ્રોની પહોળાઈ ૧ + ૪ + ૮ + ૧૬ + ૧૬ = ૪૫ અથવા મેરૂની પૂર્વદિશામાં પહોળાઈ = + ૨ + ૪ + ૮ + ૮ = ૨૨ 3 અને મેરૂની પશ્ચિમદિશામાં પહોળાઈ : 9 + + ૪ + ૮ + ૮ = ૨૨ પૂર્વ - પશ્ચિમ બંને તરફનો સરવાળો કરતાં ૨૨ ૧/૨ + ૨૨ ૧/૨ = ૪૫ લાખ.
આમ ૪૫ લાખ યોજન અઢીદ્વીપની પહોળાઈ છે માટે સિદ્ધ શિલા પણ તેટલી જ પહોળી હોય છે.
શંકા : અંતર્મુહૂર્ત કોને કહેવાય? તેના ભેદ સમજાવશો? સમાધાન : ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ અથવા બે ઘડી ૧ અંતર્મુહૂર્ત = ૪૮ મિનિટમાં કંઈક ઓછો સમય અંતર્મુહૂર્તના ત્રણ ભેદ છે. (૧) જઘન્ય અંતર્મુહૂર્તઃ બે થી નવ સમયનું હોય છે.
(૨) મધ્યમ અંતર્મુહૂર્તઃ નવ સમયથી લઈને એક સમય ન્યૂન બે ઘડી વચ્ચેનો કોઈપણ કાળ.
(૩) ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તઃ ૧ સમય ન્યૂન બે ઘડી (૪૮ મિનિટ). શંકા : એક પૂર્વ કોને કહેવાય?
સમાધાનઃ ૮૪ લાખ ને ૮૪ લાખ વડે ગુણતાં ૭૦૫૬ ઉપર દશ શૂન્ય લખો તેટલો કાળ અર્થાત્ ૭૦૫૬૦000000000 વર્ષો, આટલા કાળનું ૧ પૂર્વ થાય છે.