SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૮ ૨૦૭ મનુષ્યોની અને તિર્યંચોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. ભવસ્થિતિ : વર્તમાન ભવના આયુષ્યનો કાળ તે ભવસ્થિતિ સ્વકાયસ્થિતિ : તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ તે કાયસ્થિતિ કહેવાય છે. મનુષ્યોની અને તિર્યંચોની સ્વકાયસ્થિતિ નીચે પ્રમાણે છે. જીવો કાયસ્થિતિ પૃથ્વીકાય – અપૂકાય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી તેઉકાય - વાયુકાય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સાધારણ વનસ્પતિકાય અનંત ઉત્સર્પિણી અવસર્પિણી વિકલેન્દ્રિય સંખ્યાતા હજાર વર્ષ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય | ૭ કે ૮ ભવ ઉપર જણાવ્યા પ્રમાણે મનુષ્ય પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે યુગલિક મનુષ્ય રૂપે જ ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય, અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે સમજવું. જઘન્ય કાયસ્થિતિ મનુષ્ય કે તિર્યંચની અંતર્મુહૂર્ત છે. શંકા કહે છે કે સિદ્ધના જીવો ૪૫ લાખ પહોળી સિદ્ધશિલા ઉપર અનંતકાળ માટે સ્થિર થયા છે. ૪૫ લાખનું માપ કઈ રીતે ગણાય તે સમજાવશો? સમાધાન: પહેલા એક વાત સમજી લો કે મનુષ્યનો જન્મ અઢીદ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપમાં કોઈપણ સ્થાનથી મનુષ્ય સર્વ કર્મનો ક્ષય કરી તે સ્થાનથી ઊર્ધ્વ ગતિમાં માત્ર ૧ સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. આ અઢીદ્વીપની પહોળાઈ ૪૫ લાખ યોજન છે. ૪૫ લાખની ગણત્રી નીચે મુજબ છે. જંબુદ્વીપની પહોળાઈ ૧ લાખ યોજન છે. મેરૂપર્વતને કેન્દ્ર ગણતા, મેરૂથી ૧૨ લાખ પૂર્વ દિશામાં અને ૧/૨ લાખ પશ્ચિમમાં કુલ ૧ લાખ થાય. લવણ સમુદ્ર મેરૂની બંને બાજુ બે, બે લાખ પહોળો છે. એટલે કુલ ચાર લાખ થાય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy