SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ અધ્યાય : ૩, સૂત્ર-૧૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકાઃ કર્મભૂમિ એટલે શું? સમાધાન : - કર્મના નાશ માટેની ભૂમિ તે કર્મભૂમિ અસિ, મસિ અને કૃષિના વ્યવહારો જ્યાં હોય તે કર્મભૂમિ. • જે ભૂમિમાં સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ શકે તે કર્મભૂમિ • જયાં અસિ, મસિ અને કૃષિ રૂપ પ્રવૃત્તિ છે તે કર્મભૂમિ. • જ્યાં તીર્થકરો જન્મે છે અને સર્વ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે તે કર્મભૂમિ. શંકાઃ અકર્મભૂમિને ભોગભૂમિ કેમ કહે છે ? સમાધાન : • મનુષ્યના અઢી દ્વીપમાં કુલ ૧૦૧ ક્ષેત્ર છે. તેમાં કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો બાદ કરતા બાકીના ૮૬ ક્ષેત્રોને શાસ્ત્રમાં અકર્મભૂમિ કહી છે. ૮૬ ક્ષેત્રમાં ૩૦ યુગલિક ક્ષેત્ર અને પદ અંતર્દીપ ગણાય છે. • કલ્પવૃક્ષથી પ્રાપ્ત થતા ભોગોના ઉપભોગની મુખ્યતા હોવાથી આ ભૂમિઓને ભોગ ભૂમિ કહી છે. • આ ભૂમિમાં ત્યાગ ધર્મનો અભાવ છે. • પૂર્વ સંચિત પુણ્ય ભોગવવા માટે જ જાણે યુગલિક રૂપે જન્મ ધારણ કર્યો છે. કોઈપણ દુઃખ ભોગવ્યા વિના જ તે જીવો દેવગતિમાં જાય છે. શંકા અકર્મભૂમિાં જન્મેલા મનુષ્યોની શું હંમેશા દેવગતિ જ થાય? સમાધાનઃ હા. દેવગતિમાં જ જાય. કદાચ વ્યંતર કે ભવનપતિ દેવલોકમાં જાય પણ ગતિ તો દેવગતિ જ કહેવાય. સૂત્ર (૩-૧૭) પ્રયોજનઃ મનુષ્યોના આયુષ્યનો કાળ જણાવે છે. नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ३-१७ નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્વે ૩-૧૭ નૃસ્થિતી પરા-અપરે ત્રિ-પલ્યોપમ-અંતમુહૂર્ત ૩-૧૭
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy