________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૮
=
શબ્દાર્થ : નૃ = મનુષ્ય, સ્થિતિ = કાળ, પરા-અપરે = ઉત્કૃષ્ટ અને જઘન્યથી, ત્રિપલ્યોપમ = ત્રણ પલ્યોપમ, અંતર્મુહૂર્ત = કાળનું માપ.
૧ પૂર્વક્રોડ વર્ષ
ઉપર પ્રમાણે
સૂત્રાર્થ : મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે.
ભાવાર્થ : ઃ પરા એટલે ઉત્કૃષ્ટ અથવા વધારેમાં વધારે. અપરે એટલે ઓછામાં ઓછું. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ છે. કોઈ મનુષ્ય અંતર્મુહૂર્ત પહેલા મરતો નથી અને કોઈ મનુષ્ય ત્રણ પલ્યોપમથી વધારે જીવતો નથી. સંમૂર્છિમ મનુષ્યોનું આયુષ્ય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે.
ક્ષેત્ર
કાળ કેવો હોય ? ઉત્કૃષ્ટ આયુષ્ય શરીરની ઊંચાઈ દેવકુરુ અને ઉત્તરકુરુમાં | પહેલા આરા જેવો | ૩ પલ્યોપમ હરિવર્ષ અને રમ્યકમાં બીજા આરા જેવો | ૨ પલ્યોપમ હિમવંત અને હૈરણ્યવંતમાં ત્રીજા આરા જેવો ૧ પલ્યોપમ મહાવિદેહમાં ચોથા આરા જેવો
ભરત અને ઐરાવતમાં
૧ થી ૪ આરામાં
ભરત અને ઐરાવતમાં
પાંચમા આરામાં
ભરત અને ઐરાવતમાં છઠ્ઠા આરામાં
૧૩૦ વર્ષ
૨૦ વર્ષ
ત્રણ ગાઉ
બે ગાઉ
એક ગાઉ
૨૦૫
૫૦૦ ધનુષ
ઉપર પ્રમાણે
૭ હાથનું
૨ હાથનું
સૂત્ર (૩-૧૮) પ્રયોજન : તિર્યંચોના આયુષ્યનો કાળ જણાવે છે.
तिर्यग्योनीनां च
૨-૧૮
તિર્યગ્યોનીનાં ચ
૩-૧૮
તિર્યક્ - યોનીનાં ચ
૩-૧૮
શબ્દાર્થ : તિર્યક્ યોનીનાં = તિર્યંચ્ યોનિથી ઉત્પન્ન થયેલા તિર્યંચોની.
સૂત્રાર્થ : તિર્યંચ યોનિના જીવોની પણ (ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત હોય છે.)