SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૩, સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૫) શિલ્પ આર્ય : શિલ્પ એટલે કારીગરી. માનવજીવનમાં જરૂરી કામગીરી કરનાર મનુષ્યો શિલ્પ આર્ય છે. જેમકે વણકર, કુંભાર, વગેરે. ૨૦૨ (૬) ભાષા આર્ય : શિષ્ટપુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય છે. મ્લેચ્છ : અકર્મભૂમિના મનુષ્યો મ્લેચ્છ કહેવાય છે. - અનાર્ય દેશોની વ્યાખ્યા કરતાં સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે - જે દેશોમાં સ્વપ્નમાં પણ “ધર્મ” એવા અક્ષરો જાણવામાં ન આવે તે અનાર્ય દેશો છે. અનાર્યો પૂર્વભવ - પરભવ - આત્મા - સ્વર્ગ - નરક - ઈશ્વર - મુક્તિ વગેરેને મોટા ભાગે માનતા નથી. સંસ્કાર વિનાના હોય છે. ૩-૧૬ સૂત્ર (૩-૧૬) પ્રયોજન ઃ કર્મભૂમીની સંખ્યા જણાવે છે. भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ભરતરાવતવિદેહાઃ કર્મભૂમયોડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ ૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્રદેવકુરુ-ઉત્તરકુરુભ્યઃ ૩-૧૬ શબ્દાર્થ ઃ કર્મભૂમયઃ = કર્મભૂમિઓ, દેવકુરૂ - ઉત્તરકુરૂ = તે તે નામના ક્ષેત્રો સૂત્રાર્થ : પાંચ ભરત, પાંચ ઐરાવત અને દેવકુરુ - ઉત્તરકુરુને છોડીને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. (દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે.) ભાવાર્થ : કર્મભૂમિ : જે ક્ષેત્રોમાંથી અસિ મિસ અને કૃષિના વ્યવહારો હોય તે કર્મભૂમિ અથવા જીવો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જઇ શકે તે કર્મભૂમિ. અકર્મભૂમિ : કર્મભૂમિ સિવાયના ક્ષેત્રો તે અકર્મભૂમિ. મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy