SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨0૧ ३-१५ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૫ સૂત્ર(૩-૧૫) પ્રયોજનઃ મનુષ્યોના મુખ્ય બે ભેદ. आर्या म्लेच्छाश्च આર્યા સ્વેચ્છાશ્ચ ૩-૧૫ આર્યા પ્લેચ્છાઃ ચ ૩-૧૫ શબ્દાર્થ આર્યા = સાડા પચ્ચીસ આર્ય દેશોમાં ઉત્પન્ન થાય તે આર્ય, મ્લેચ્છ = અનાર્ય. સૂત્રાર્થ ઃ મનુષ્યોના આર્ય અને પ્લેચ્છ (અનાય) એમ બે ભેદ છે. ભાવાર્થ આર્ય એટલે શ્રેષ્ઠ. શિષ્ટ લોકને અનુકુળ આચરણ કરે તે આર્ય. આર્યથી વિપરીત લક્ષણવાળા મનુષ્યો અનાર્ય અથવા મ્લેચ્છ કહેવાય છે. આર્યોના છ ભેદ છે. (૧) ક્ષેત્રઆર્ય, (૨) જાતિઆર્ય, (૩) કુલઆર્ય, (૪) કર્મઆર્ય, (૫) શિલ્પઆર્ય અને (૬) ભાષાઆર્ય. (૧) ક્ષેત્રઆર્ય : નીચેના ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો ક્ષેત્રથી આર્ય કહેવાય છે. • દરેક મહાવિદેહ ક્ષેત્ર (કુલ- પાંચ ક્ષેત્ર) ની બત્રીશ વિયો • દરેક ભરતક્ષેત્ર (કુલ-પાંચ) ના સાડા પચીશ દેશો • દરેક ઐરાવત ક્ષેત્ર (કુલ-પાંચ) ના સાડા પચીશ દેશો આર્યક્ષેત્રમાં જન્મેલા મનુષ્યો સામાન્યથી સદાચાર અને સંસ્કારવાળા હોય છે. આર્યક્ષેત્રની ભૂમિ પવિત્ર હોય છે. ધર્મ આર્યક્ષેત્રમાં જ થઈ શકે છે. (૨) જાતિ આર્ય : ઈશ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાતિ, કુર, ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે. (૩) કુલ આર્ય : કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કુલ આર્ય છે, (૪) કર્મ આર્યઃ કર્મ એટલે ધંધો - વ્યાપાર. અલ્પ પાપવાળો ધંધો કરનાર મનુષ્યો કર્મ આર્ય છે. જેમ કે – વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy