SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૯૮ અધ્યાય : ૩, સૂત્ર-૧૪ શંકા : કેટલા ક્ષેત્રમાં મનુષ્યો વસે છે? સમાધાન ઃ કુલ ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યો વસે છે. શંકા : અઢી-દ્વીપમાં વસતા મનુષ્ય ૧૦૧ ક્ષેત્રોમાં વસે છે તેમ કહ્યું, તો તેની ગણત્રી કઈ રીતે? સમાધાન : ૧૫ કર્મભૂમિઃ ૫-ભરત, પ-ઐરાવત, પ-મહાવિદેહ ૩૦ અકર્મભૂમિઃ ૫-હેરણ્યવત, ૫-રમક, પ-હૈમવંત પ-હરિવર્ષ, પ-ઉત્તરકુરુ, પ-દેવકુરુ પ૬ અંતર્દીપો : ૨૮ - હિમવંત પર્વતની ચાર દાઢા ઉપર ૨૮ - શિખરી પર્વતની ચાર દાઢા ઉપર આ રીતે ૧૫ + ૩૦ + ૬ = ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યો વસે છે. શંકા અકર્મભૂમિ એટલે શું? સમાધાન: અકર્મભૂમિ એટલે જ્યાં કર્મ લાગતા નથી એવો અર્થ નહિ સમજવો. અકર્મભૂમિ એટલે જ્યાં અસિ-મસિ-કૃષિનો વ્યવહાર નથી. આ ભૂમિમાં મનુષ્યો યુગલિક તરીકે જ જન્મે છે. અને મૃત્યુ પામીને નિયમા દેવલોકમાં જ જાય છે. શંકા : પ૬ અંતર્ધ્વપમાં વસતા મનુષ્યો શું યુગલિક છે? સમાધાન : હા, પ૬ અંતર્ધ્વપમાં પણ મનુષ્યો યુગલિક તરીકે જ જન્મે છે, લાંબુ આયુષ્ય ભોગવી, મૃત્યુ પામી નિયમા દેવલોકમાં જ જન્મે છે. શંકા અઢીદ્વીપની બહાર મનુષ્ય જઈ શકે ? સમાધાનઃ હા, જઈ શકે. વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. નંદીશ્વરદ્વીપ અઢીદ્વીપની બહાર છે. - કોઈ વિદ્યાધર કોઈ મનુષ્યનું અપહરણ કરીને અઢી-દ્વીપની બહાર લઈ જઈ શકે. - વૈક્રિયલબ્ધિના કારણે મનુષ્ય અઢીદ્વીપની બહાર જોવા મળે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy