________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૪
૧૯૭ છે. બે વિભાગમાંથી પ્રથમ અર્ધા વિભાગમાં જ ક્ષેત્રો અને પર્વતો છે, ધાતકીખંડમાં જેટલા ક્ષેત્રો અને પર્વતો છે તેટલા જ ક્ષેત્રો અને પર્વતો પુષ્કરવરદ્વીપના પ્રથમના અર્ધા વિભાગમાં છે. આથી જ આ સૂત્રમાં ધાતકીખંડની જેમ પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં ક્ષેત્રો અને પર્વતો છે. જે જંબૂદ્વીપથી બમણા છે એમ જણાવ્યું છે.
ધાતકીખંડની જેમ આ પુષ્કરાર્ધમાં પણ ઉત્તર અને દક્ષિણમાં બે મોટા ઈસુકાર પર્વત આવેલા છે. આ બંને પર્વતને લીધે પુષ્કરાર્ધદ્વીપ બે વિભાગમાં વિભાજીત થાય છે. (૧) પૂર્વ પુષ્કરાઈ અને (૨) પશ્ચિમ પુષ્કરાઈ.
- તેમાં ક્ષેત્ર અને પર્વતોની રચના ધાતકી ખંડ સમાન જ હોય છે.
જે રીતે જંબૂદ્વીપના મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે. તે જ રીતે પૂર્વ અને પશ્ચિમ બંને પુષ્પારાધના મધ્યમાં એક-એક મેરૂ પર્વત આવેલો છે.
જબૂદ્વીપની જેમ જ અહીં પૂર્વ તથા પશ્ચિમ બંને પુષ્કરાર્ધમાં સાત-સાત ક્ષેત્રો છે. જંબૂદ્વીપની જેમ જ પૂર્વ પુષ્કરાર્ધમાં તથા પશ્ચિમ પુષ્કાઈમાં છ-છ મહાપર્વતો (કુલગિરિ) આવેલા છે,
સૂત્ર (૩-૧૪) પ્રયોજનઃ મનુષ્યોના નિવાસસ્થાનની મર્યાદા प्राग्मानुषोत्तरान्मनुष्याः
३-१४ પ્રામાનુષોત્તરાન્મનુષ્યાઃ
૩-૧૪ પ્રાગું માનુષોત્તરાત્ મનુષ્યાઃ
૩-૧૪ શબ્દાર્થ પ્રાગૂ = પૂર્વ ભાગ સુધી, માનુષોત્તરાત્ = માનુષોત્તર પર્વતની સૂત્રાર્થ માનુષોત્તર પર્વતની પહેલા મનુષ્યો (મનુષ્યોનો વાસ) છે.
ભાવાર્થ દ્વીપો અને સમુદ્રો અસંખ્ય છે. જન્મથી મનુષ્યોનો નિવાસ માનુષોત્તર પર્વતની પહેલા જંબૂદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરદીપનો અર્ધો ભાગ એમ અઢી દ્વીપમાં જ છે.
તિર્યંચો અઢી-દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે. મનુષ્યક્ષેત્રની સીમા નક્કી કરતો હોવાથી આ પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે.