________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૩
ધાતકીખંડને ફરતો વલયાકારે રહેલો એવો કાલોદધિસમુદ્ર છે. ઉત્તર અને દક્ષિણ દિશામાં, ઈક્ષુકાર પર્વતનો એક ભાગ લવણસમુદ્રને સ્પર્શે છે અને બીજો ભાગ કાલોદિધ સમુદ્રને સ્પર્શે છે. પરિણામે પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ એમ બે સ્પષ્ટ વિભાગો થઈ જાય છે. જંબુદ્વીપની જેમ જ અહીં પૂર્વધાતકીખંડમાં ૭ ક્ષેત્ર અને ૬ મોટા પર્વત છે. તે જ રીતે પશ્ચિમ ધાતકીખંડમાં પણ ૭ ક્ષેત્ર અને ૬ પર્વત છે.
૧૯૬
આ રીતે ધાતકીખંડમાં :- ૨-ભરતક્ષેત્ર, ૨-હેમવંત ક્ષેત્ર, ૨-હરિવર્ષક્ષેત્ર, ૨મહાવિદેહક્ષેત્ર, ૨-રમ્યકક્ષેત્ર, ૨-હૈરણ્યવંત ક્ષેત્ર અને ૨-ઐરાવતક્ષેત્ર. આ રીતે ૧૪ મહાક્ષેત્રો આવેલાં છે. તે જ રીતે :- ૨-લઘુહિમવંત પર્વત, ૨-મહાહિમવંત પર્વત, ૨નિષધ પર્વત, ૨- નીલવંત પર્વત, ૨-રૂકિમ પર્વત, ૨-શિખરી પર્વત એમ કૂલ ૧૨ મહાપર્વતો આવેલા છે.
જેમ જંબૂઢીપની મધ્યમાં મેરૂ પર્વત છે, તેમ અહીં પણ પૂર્વ ધાતકી ખંડના મધ્યમાં એક મેરૂ આવેલો છે અને પશ્ચિમ ધાતકી ખંડના મધ્યમાં બીજો એક મેરુ આવેલો છે. અર્થાત પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં એક એક મેરૂ હોવાથી ધાતકી ખંડમાં બે મેરૂ છે. આ બન્ને મેરૂપર્વતની ઉંચાઈ ૮૫૦૦૦ પંચાસી હજાર યોજન છે.
સૂત્ર (૩-૧૩) પ્રયોજન : પુષ્કરવ૨ દ્વીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યા
पुष्करार्धेच
३-१३
૩-૧૩
૩-૧૩
પુષ્કારર્થે ચ
પુષ્કારર્થે ચ
શબ્દાર્થ : પુષ્કરાર્ધ = પુષ્કરવર દ્વીપનો અડધો ભાગ
સૂત્રાર્થ : પુષ્કરવર દ્વીપના અર્ધા ભાગમાં પણ જંબૂદ્રીપથી બમણા ક્ષેત્રો અને પવર્તો છે.
ભાવાર્થ : પુષ્કરવર દ્વીપની પહોળાઈના બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત આવેલો છે. આ પર્વત કિલ્લાની જેમ વલયાકારે ગોળ છે. આથી પુષ્કરવરદ્વીપના બે વિભાગ પડી જાય છે. પુષ્કરવરદ્વીપનો વિસ્તાર કુલ ૧૬ લાખ યોજન છે. તેના બે વિભાગ થવાથી પ્રથમ વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ અને બીજો વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ