SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૪ શંકા : અઢીદ્વીપની બહાર જન્મ-મરણ હોય ? સમાધાન : અઢીદ્વીપની, બહાર કોઈ મનુષ્યનો જન્મ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. અઢીદ્વીપની બહાર કોઈ મનુષ્યનું મરણ થયું નથી, થતું પણ નથી અને થશે પણ નહિ. શંકા : મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ)ની બહાર શું શું ન હોય ? સમાધાન : · દિવસ, રાત્રિ આદિની સમય વ્યવસ્થા ન હોય, • વ્યવહારસિદ્ધ કાળ ન હોય. • ચંદ્ર - સૂર્યનું પરિભ્રમણ ન હોય અર્થાત્ સ્થિર હોય. • બાદર અગ્નિકાય ન હોય. • વીજળી, ગર્જારવ ન હોય. • અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ ન હોય. • ખાણ, નદી ન હોય. • ઘર, ગામ, નગર ન હોય. • મનુષ્યનો જન્મ કે મરણ ન હોય. શંકા : અઢી-દ્વીપમાં ક્યા દ્વીપ અને ક્યા સમુદ્રો આવે ? સમાધાન : દ્વીપ સમુદ્રનો ક્રમ આ પ્રમાણે છે. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોધિ સમુદ્ર, અર્ધપુષ્કર દ્વીપ (જુઓ ફોરકલર ચિત્ર) શંકા : અઢીદ્વીપ અને સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી છે તે કેવી રીતે ? સમાધાન : - મધ્યમાં જંબુદ્વીપ ૧ લાખ યોજન તેને ફરતો લવણ સમુદ્ર બંને તરફ બે-બે લાખ યોજન તેને ફરતો ધાતકી ખંડ બંને તરફ ચાર-ચાર લાખ યોજન · ૧૯૯ · · તેને ફરતો કાલોદિધ સમુદ્ર બંને તરફ આઠ-આઠ લાખ યોજન તેને ફરતો અર્ધપુષ્કરદ્વીપ બંને તરફ આઠ-આઠ લાખ યોજન આ રીતે કુલ ૮+૮+૪+૨+૧+૨+૪+૮૮=૪૫ લાખ યોજન સાર ઃ મનુષ્યનો જન્મ માત્ર અઢી દ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપની બહાર શાશ્વત પદાર્થોમાંથી જિન પ્રરૂપિત ધર્મનો અસંભવ છે. ધર્મધ્યાનમાં ચિત્ત પરોવી આપણે એ પ્રાર્થના કરીએ કે અઢીદ્વીપના મનુષ્ય ક્ષેત્રમાં જ જન્મ મળે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy