SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૧ ૩) મહાવિદેહ ક્ષેત્રના ચારે ભાગોમાં ત્રણ-ત્રણ અંતર્નદી આવેલી છે. ૧૯૩ આ રીતે કુલ ૩૨ વિજય, ૧૬ વક્ષસ્કા૨ પર્વત અને ૧૨ અંતર્નદી થી યુક્ત એવું ચાર ભાગમાં વહેંચાયેલુ આ મહાવિદેહ ક્ષેત્ર છે. શંકા : મહાવિદેહમાં ચાર વિહરમાન તીર્થંકર ભગવંતો ક્યા વિજયમાં છે ? સમાધાન ઃ આઠમી પુષ્કલાવતી વિજયમાં સીમંધરસ્વામી વિચરે છે. નવમી વત્સ નામની વિજયમાં યુગમંધર સ્વામી વિચરે છે. ચોવીસમી નલિનાવતી નામની વિજયમાં બાહુસ્વામી વિચરે છે. પચીસમી વપ્રા નામની વિજયમાં સુબાહુસ્વામી વિચરે છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયો, ભરત ક્ષેત્રના સાડા પચીશ દેશો અને ઐરાવત ક્ષેત્રના સાડા પચીશ દેશો આર્યદેશો છે. આ ૩૨ વિજ્યોમાં ૫૦૦ ધનુષ્યની ઊંચાઈવાળા મનુષ્યો વસે છે. તેમનાં ઘર, ભરતક્ષેત્રના ઘરથી ૪૦૦ ગણાં ઉંચાં છે, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વનું છે, મનુષ્યોના સંઘયણ અને સંસ્થાન વિવિધ પ્રકારના છે. મૃત્યુ બાદ તેઓ પોતપોતાના કર્મને અનુસારે વિવિધ પ્રકારની ગતિમાં જન્મ ધારણ કરે છે. ત્યાં સદાકાળ દુષમાસુષમા નામના ચોથા આરા જેવો કાળ વર્તે છે. ઉત્તરકુરૂ દેવકુરૂ : મેરૂ પર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલા તથા ગજદંતના આકારના પર્વતો વડે જેની સીમા બંધાયેલી છે તેવા ઉત્તરકુરૂ અને દેવકુરૂ નામના બે ક્ષેત્રો છે, ત્યાં યુગલિકો રહે છે. જેમની ઉંચાઈ ત્રણ ગાઉ, આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. ત્રણ દિવસને આંતરે આહાર લે છે. ફક્ત ચણાની દાળ જેટલો આહાર લેતાં તૃપ્તિ પામે છે, ત્યાં પહેલા આરા સમાન કાળ ચાલે છે. બાકીના પર્વતો - ક્ષેત્રો : મહાવિદેહ ક્ષેત્ર પછી ઉત્તર દિશામાં અનુક્રમે નીલવંત પર્વત, રમ્યક ક્ષેત્ર, રૂક્મિ પર્વત, હૈરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્ર છે. તેમની વિગત અનુક્રમે નિષધ પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હૈમવત ક્ષેત્ર, લઘુહિમવંત પર્વત અને ભરત ક્ષેત્રની જેમ કહી છે. તે મુજબ જાણવી, દ્રહો અને ત્યાં રહેતી દેવીના નામ આ પ્રમાણે છે. નીલવંત પર્વત ઉપર કેશરીદ્રહ છે જ્યાં કીર્તિદેવી રહે છે. રૂક્મિ પર્વત ઉપર મહાપુંડરીકદ્રહ છે જ્યાં બુદ્ધિદેવી રહે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy