________________
૧૯૪
અધ્યાય : ૩, સૂત્ર-૧૨
શિખરી પર્વત ઉપર પુંડરીક દ્રહ
ઉપર જણાવેલા દરેક પર્વત (કુલ છ પર્વતો) ઉપર શાશ્વત જિનમંદિરો છે. તેમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ શાશ્વતી જિનપ્રતિમાઓ છે.
જ્યાં લક્ષ્મીદેવી રહે છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સાર ઃ- જંબૂઢીપ સંબંધિ સૂત્ર ૯-૧૦-૧૧ ની સૂક્ષ્મ વિચારણા કરતાં લોકનું અદ્ભુત સ્વરૂપ જણાય છે. આ જીવ પ્રત્યેક ભૂમિમાં જન્મ પામ્યો હશે છતાં વર્તમાનકાળે એક નાના મકાનમાં પણ કેટલો મોહ રહે છે ? આવા શાશ્વતા પદાર્થો જાણવા છતાં અશાશ્વત પદાર્થોની આસક્તિ છૂટતી નથી. શાશ્વત જિનાલયોને જાણવા છતાં અરિહંતો પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થતી નથી. માત્ર ઈન્દ્રિયોના માધ્યમથી જીવનારા આપણે તથા તત્ત્વના અત્યંત અલ્પ જ્ઞાનના પરિણામે જિનેશ્વરોની આ વાતોને ન સમજી શકીએ તેમ બને પરંતુ સર્વજ્ઞ અને વીતરાગની વાણીમાં શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે તે વાણી ક્યારેય મિથ્યા હોતી નથી. કદાચ ૧૦૦૦ વર્ષ પછી વિજ્ઞાન આ વાતો સિદ્ધ કરે તો આશ્ચર્ય નથી.
સૂત્ર (૩-૧૨) પ્રયોજન : ધાતકીખંડ નામના દ્વીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યા द्विर्धातकीखण्डे
૩-૧૨
દ્વિર્ધાતકી ખંડે
૩-૧૨
દ્વિઃ ધાતકી ખંડે
૩-૧૨
=
શબ્દાર્થ : દ્વિ બમણા, ધાતકી ખંડે ધાતકી ખંડ નામના દ્વીપમાં સૂત્રાર્થ : ધાતકી ખંડમાં (ક્ષેત્રો અને પર્વતો જંબુદ્રીપથી) બમણા છે.
ભાવાર્થ : ભૌગોલિક રચના પ્રમાણે જંબૂઢીપ પ્રથમ દ્વીપ છે. ત્યાર પછી લવણ સમુદ્ર છે. લવણસમુદ્ર પછી ધાતકીખંડ નામે બીજો દ્વીપ આવે છે.
=
ચાર લાખ યોજનના વિસ્તારવાળો અને વલયાકાર (ચુડી આકાર) એવો આ ધાતકી ખંડ છે. આ ધાતકીખંડ બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રને ચારે તરફથી ઘેરીને રહેલો છે. આ ધાતકીખંડની ઉતર અને દક્ષિણમાં ઈક્ષુકાર પર્વત રહેલો છે જે ધાતકીખંડના બે સરખા ભાગ કરે છે.