________________
મંગળ ભાવના
સ્વાધ્યાયકાર અને આરાધક શ્રી ચંદ્રકાન્ત મહેતાને મંગળ
ભાવના.
લગભગ પચીસેક વર્ષ પહેલા અમેરિકાની સત્સંગ યાત્રા સમયે ચંદ્રકાન્તભાઈનો પરિચય થયો હતો. પતિ-પત્ની મારા પ્રવચનમાં આવતા. તેમના નિવાસે રહેવા જવાનું થતું ત્યારે બંને જિજ્ઞાસાથી શાસ્ત્રાર્થ અને સૂત્રાર્થને સમજવા બેસતા. આ જિજ્ઞાસાએ તેમને જ સ્વાધ્યાયકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમાં પ્રવિણાબેન પણ કદમ સુનંદાબેન વોહોરા મિલાવી સાથ આપી રહ્યા છે.
અમેરિકા જેવા દેશમાં તેઓએ પૂ. શ્રી ધીરજલાલ પંડિત પાસે સ્વાધ્યાય પ્રદાન સાથે બીજા શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે. શ્રાવકને યોગ્ય આચાર તથા તપ વગેરેની આરાધના પણ બંને કરી રહ્યા છે તે ઉત્તમ સુમેળ છે. મૂળ તો વ્યવસાયથી શિક્ષણ પ્રદાનનો અભ્યાસ હોવાથી તેમના જીવનમાં આ સુમેળ સધાયો છે.
મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર જૈનદર્શનના બધાં જ ફિરકાઓને માન્ય તેવો રહસ્યમય ઉત્તમ ગ્રંથ છે. તેથી આચાર્ય ભગવંતો અને પંડિતજનોએ વિવિધરૂપે તેની ટીકાઓ અને સંપાદન કર્યું છે. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો અને આચારોને દર્શાવનારું તથા સંસાર વિસર્જન અને મોક્ષના સર્જનને દર્શાવનારો સાધનાક્રમ આ ગ્રંથમાં સમાઈ જાય છે.
ચંદ્રકાન્તભાઈ તત્ત્વના જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને સ્વપર શ્રેયાર્થે પ્રસ્તુત ગ્રંથનો અભ્યાસ કરાવે છે. જેમ જેમ તેમાં ઊંડા ઉતરતા જાય તેમ તેમ આ ગ્રંથની વિશદતા અને મહાત્મ્યથી તેમનું અંતર પ્રભાવિત થયું અને શ્રોતાઓને પણ તેમાં ઘણું શીખવા મળ્યું. આ કારણે સૌને આ ગ્રંથ ચંદ્રકાંતભાઈ દ્વારા સંપાદન થાય તેવી ભાવના થઈ. ચંદ્રકાન્તભાઈએ ગ્રંથનું સંપાદન ઘણી સરળ અને રસાળ રીતે કર્યું છે. જે જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી થાય તેવું છે. તેથી ભાવના કરું છું કે સૌ આ ગ્રંથનું અધ્યયન કરે કરાવે અને ગ્રંથના માહત્મ્ય પ્રમાણે મુક્તિમાર્ગના પ્રવાસી બને તેવી શુભેચ્છા સાથે વિરમું છું.
• સુનંદાબેન વોહોરા
૨૯-૧૨-૨૦૧૬
૫, મહાવીર સોસાયટી, અમદાવાદ-૭.