________________
અનુમોદના
વર્તમાન યુગ એ બૌદ્ધિક વિકાસનો યુગ છે. નવી અને જુની શિક્ષણ શાખાઓ તીવ્ર ગતિથી વિકાસ પામી રહી છે. શિક્ષા જગતમાં નવા નવા પ્રયોગ અને પરીક્ષણ થઈ રહ્યા છે. માનસિક વિકાસની પણ ઘણી સંભાવના સાથે આજનો માનવી ૨૧મી સદીમાં પ્રવેશ કરી
ચૂક્યો છે. આ બધું હોવા છતાં આધ્યાત્મિક જીવન મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે. આવા સમયે જો કોઈ પણ ઉપેક્ષિત હોય તો તે છે ધર્મ અને દર્શન દ્વારા આત્મતત્ત્વનું જ્ઞાન.
પ્રમોદાબેન
અપસંસ્કૃતિઓ અનેક વિકૃતિઓને જન્મ દઈ રહી છે. આનું મૂળ કારણ છે આત્મવિદ્યાની વિસ્મૃતિ, તત્ત્વબોધ અને તત્ત્વચિંતનની ખામી. આજે સંસાર પ્રત્યેનો મોહ વધતો જાય છે અને ધર્મ પ્રત્યેની રૂચી ઘટતી દેખાય છે.
આ પંચમકાળમાં ધર્મ શિક્ષણની આવશ્યકતા વધારે ને વધારે લાગે છે, માટે જ શ્રી ચંદ્રકાન્તભાઈ મહેતા જેવા વિદ્વાન અને તત્ત્વના જાણકારની મહત્તા વધતી જાય છે. તેઓએ આ પરિસ્થિતિને કઈ રીતે એક નવી જ દિશા આપી તે પ્રશંસનીય છે. તેમની સહજતા, સરળતા અને સમજાવાની શૈલીએ એક નવો વર્ગ આકર્ષ્યા. આવા સમયે તેમણે તત્ત્વાર્થ સૂત્રનો અભ્યાસ કરાવાનું નક્કી કર્યું અને આજે તે સ્વાધ્યાય વર્ગના આગ્રહથી એક પુસ્તક રૂપે બહાર પડે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ‘ને માં બાળરૂં સે સર્વાં બાળરૂ' - સૂત્ર ૧૫૩૭૪ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. દુનિયામાં જાણવા જેવું કંઈ પણ હોય તો તે છે આત્મદ્રવ્ય. આવો મનુષ્ય પર્યાય પામીને તત્ત્વનિર્ણયની દરકાર ન કરીએ તો હજી આપણને ભવભ્રમણનો ભય નથી લાગ્યો. પંડિત સુખલાલજીને કોઈએ પૂછ્યું, “જૈન દર્શનનો પ્રમાણક અભ્યાસ કરવા ઈચ્છનાર જૈન, જૈનેતર (પછી તે વિદ્યાર્થી હોય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે એવું એક પુસ્તક કયું છે કે જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી મુદ્દાની દરેક બાબતનું જ્ઞાન થાય ?’’ એ પ્રશ્નનો ઉત્તર આપતા પંડિત સુખલાલજીએ કહ્યું ‘તત્ત્વાર્થસૂત્ર’ સિવાય બીજા કોઈ પુસ્તકનો નિર્દેશ ન જ કરી શકાય. આ બતાવે છે કે તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કેટલો જરૂરી છે.
આ પુસ્તક શ્રી ચંદ્રકાંતભાઈએ સરળ ભાષામાં લખી વાંચક વર્ગ ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આપ સૌ જો આત્મદર્શનના માર્ગ પર આગળ વધવા માંગતા હોય તો પ્રાથમિક ભૂમિકાનો આ તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ અનિવાર્ય છે. આપ સૌ આ પુસ્તક વસાવી, વાંચી તેને વાગોળી આત્મજ્ઞાન મેળવો તેવી અભ્યર્થના છે.
સમસ્ત શાસ્ત્રોનો સાર વીતરાગભાવ છે, ને તે વીતરાગભાવ શુદ્ધ આત્માના જ આશ્રયે થાય છે. આપ સૌ વીતરાગભાવને પામો અને મનુષ્યભવ સફળ કરો. તેવી પ્રભુ પાસે પ્રાર્થના. . પ્રમોદાબેન (ચિત્રભાનુ)
તા. ૧૫-૧૨-૨૦૧૬