________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૧
૧૯૧
હૈમવંત ક્ષેત્ર : આ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં ગોળાકારે વૃત્ત વૈતાઢય પર્વત આવેલો છે. ગોળ (Round) હોવાથી તેને વૃત્તવૈતાઢ્ય અથવા શબ્દપાતી કહેવાય છે. આ ક્ષેત્રમાં રોહિતાંશા અને રોહિતા બે નદીઓ આવેલી છે. રોહિતાંશા નદી પદ્મદ્રહમાંથી ઉત્તર દિશા તરફ નીકળે છે. આગળ જતાં ધૃતવૈતાઢ્ય પર્વત પાસેથી પશ્ચિમ દિશા તરફ વળે છે અને લવણ સમુદ્રને મળે છે. રોહિતા નદી મહાહિમવંત પર્વતના મહાપદ્મ દ્રહમાંથી નીકળી, દક્ષિણ દિશા તરફ વહે છે. આગળ જતાં ધૃતવૈતાઢ્ય પર્વત પાસેથી પૂર્વ દિશા તરફ વળે છે અને લવણસમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં અવસર્પિણીના ત્રીજા આરા સમાન કાળ હોય છે. તેમાં યુગલિકો રહે છે. જેમનું આયુષ્ય એક પલ્યોપમનું હોય છે.
:
મહાહિમવંત પર્વત ઃ તેના મધ્યભાગમાં મહાપદ્મદ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર હ્રીદેવીનું ભવન છે. સંપૂર્ણ પર્વત સુવર્ણનો છે.
હરિવર્ષ ક્ષેત્ર : મહાહિમવંત પર્વત પછી ઉત્તર દિશામાં હરિવર્ષ ક્ષેત્ર છે. તેના મધ્યમાં વૃત્તવૈતાઢ્ય ગોળાકાર પર્વત છે. આ ક્ષેત્રમાં હિરકાંતા અને હિરસિલિલા નામની નદીઓ છે. હરિકાંતા નદી મહાપદ્મ દ્રહમાંથી નીકળીને ઉત્તર દિશા તરફ વહે છે. આગળ જતા વૃત્તવૈતાઢ્ય પાસેથી પશ્ચિમ દિશા તરફ વળીને લવણ સમુદ્રને મળે છે. હરિસલિલા નદી તિગિચ્છદ્રહમાંથી દક્ષિણ દિશા તરફ નીકળે છે. આગળ જતાં
વૃત્તવૈતાઢ્યથી (ગંધાપાતી) પૂર્વ દિશામાં વળીને લવણ સમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં અવસર્પિણીના બીજા આરા જેવો કાળ હોય છે. તેમાં બે પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકો રહે છે.
નિષધ પર્વત ઃ હરિવર્ષ પછી નિષધ પર્વત (North માં) છે. તેના મધ્યભાગમાં તિગિચ્છદ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર ઘીદેવીનું ભવન છે.
મહાવિદેહ ક્ષેત્ર :
આ ક્ષેત્ર કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે. ૧ થી ૩૨ આંકડાવાળી ૩૨ વિજયો છે. (૧) પૂર્વમહાવિદેહ (૨) પશ્ચિમ મહાવિદેહ
(૩) ઉત્તરકુરૂ અને (૪) દેવકુરૂ