________________
૧૯૦ અધ્યાય : ૩, સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર સાત સાત દ્વીપો હોવાથી કુલ ૨૮ દ્વીપ છે. તે જ પ્રમાણે ૨૮ દીપો શિખરી પર્વતથી નીકળતી ચાર દાઢા ઉપર છે. કુલ પ૬ દીપ છે. આ દ્વીપો સમુદ્રની અંદર હોવાથી અંતર્લીપ તરીકે ઓળખાય છે.
પ૬ અંતરદ્વીપ
KO00C
અંતરદ્વીપો
અંતરદ્વીપમાં રહેલા યુગલિકો (સ્ત્રી-પુરૂષ સાથે જન્મેલા) ૮૦૦ ધનુષ્યની ઊંચાઈવાળા અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા હોય છે, તેઓ કલ્પવૃક્ષના ફળોનો આહાર લે છે. આયુષ્યના છ મહીના બાકી રહે ત્યારે પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપે છે. અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં જાય છે.