________________
૧૮૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૧ જંબૂદ્વીપ ૧ લાખ યોજન લાંબો-પહોળો છે. તેના ૧૯૦ વિભાગ ગણીએ તો ૧,૦૦,૦૦૦ ૧૯૦= પ૨૬ યોજન (લગભગ) વિસ્તાર ગણાય. તેનાથી ૬૪ ગણુ (64 Times) મહાવિદેહક્ષેત્ર છે. મહાવિદેહક્ષેત્ર ૩૩,૬૬૪ યોજન થાય.
ભરતક્ષેત્રનું સંક્ષેપમાં વર્ણન:
ભરતના બરાબર મધ્યમાં પૂર્વ - પશ્ચિમ લાંબો વૈતાઢય પર્વત છે. આથી ભારતના દક્ષિણાર્ધ અને ઉતરાર્ધ એમ બે ભાગ પડે છે. હિમવંત પર્વતના પદ્મદ્રહ (દ્રહ = સરોવર) માંથી ગંગા અને સિંધુ બે નદીઓ વહે છે. જે વૈતાદ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં મળે છે. (ચિત્રમાં જુઓ) આથી ભરતના દક્ષિણાર્ધના ત્રણ અને ઉત્તરાર્ધના ત્રણ એમ છ ખંડ થાય છે. આ છ ખંડમાંના દક્ષિણાર્ધ ભારતના મધ્યમાં અયોધ્યાનગરી છે. આ મધ્યખંડમાં સાડા પચીશ આર્યદેશો છે. તે સિવાયના પાંચ ખંડો અનાર્યભૂમિ છે. દક્ષિણાર્ધના મધ્યખંડમાં રહેલા આર્યદેશોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે ઉત્તમ પુરૂષો થાય છે.
ગંગા નદીનો જ્યાં સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં માગધ નામે તીર્થ છે. અહીં તીર્થ એટલે સમુદ્રમાં ઉતરવાનો માર્ગ. સિંધુ નદીનો સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં પ્રભાસ નામે તીર્થ છે. આ બંને તીર્થોની વચ્ચે વરદામ નામે તીર્થ છે.
હવે મહાવિદેહ ક્ષેત્ર સુધીના પર્વત અને ક્ષેત્રનું સંક્ષેપમાં વર્ણન સમજી લઈએ, સાથે ચિત્રમાં પણ જોતા રહેવું, તો જલ્દી સમજાઈ જશે.
નોંધ. વૈતાઢચ પર્વતમાં કુલ ૭૨ બિલો (ગુફાઓ) છે. ૬ઠ્ઠા આરામાં મનુષ્યો આ બિલોમાં વસશે.
આ પર્વત ઉપર પધ નામે પ્રહ (પાણીનો ધરો અથવા સરોવર) છે. આ દ્રહમાં પૃથ્વીકાયના જીવોનું બનેલું મોટું કમળ છે. એ કમળની કર્ણિકામાં શ્રીદેવીનું ભવન છે, તેમાં શ્રીદેવી રહે છે, આ પર્વત સુવર્ણનો છે.
પદ અંતર્લીપો હિમવંત પર્વતથી ગજદંતના આકારની ચાર દાઢા નીકળે છે, બે દાઢા પૂર્વ છેડાથી અને બે પશ્ચિમ છેડાથી નીકળીને લવણ સમુદ્રમાં આવે છે. દરેક દાઢા