SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૩, સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાવાર્થ : સૌથી પ્રથમ આવેલો જમ્બુદ્વીપ થાળીના આકાર જેવો ગોળ છે. ત્યાર પછીના બધા જ દ્વીપ-સમુદ્રો બંગડીના જેવા ગોળ આકારના છે અને બમણા (બે ગણા) વિસ્તારવાળા છે, અને વીંટળાઈને રહેલા છે. ટૂંકમાં આ સૂત્રમાં ત્રણ બાબતો સમાયેલી છે. (૧) પ્રત્યેક દ્વીપ-સમુદ્ર ક્રમશઃ એક પછી એક બમણા બમણા પહોળા છે. ૧૮૨ (૨) એક દ્વીપ પછી એક સમુદ્ર ફરી પાછો દ્વીપ પછી સમુદ્ર એ રીતે દરેક દ્વીપ કે સમુદ્ર તેની પહેલાના સમુદ્ર કે દ્વીપને વીંટળાઈને રહેલા છે. (૩) લવણસમુદ્રથી માંડીને બધા દ્વીપો કે સમુદ્રો વલય એટલે ચૂડી કે બંગડીના આકારે રહેલા છે. સૂત્ર (૩-૯) પ્રયોજન ઃ પૂર્વસૂત્રમાં દ્વીપ-સમુદ્ર બમણા બમણા વિસ્તારવાળા છે તે કહ્યું પણ પ્રથમ જમ્મૂદ્રીપનો વિસ્તાર શું છે ? તે આ સૂત્રમાં જણાવે છે અને તેની મધ્યમાં રહેલા મેરૂ પર્વત વિષે પણ માહિતી છે. तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ३ - ९ તન્મધ્યે મેરુનાભિવૃત્તો યોજનશતસહસ્ત્રવિષ્કમ્મો જમ્બુદ્વીપઃ ૩-૯ તન્-મધ્યે મેરુ-નાભિઃ વૃત્તઃ યોજનશતસહસ્ત્રવિષ્કમાઃ જમ્બુદ્વીપઃ૩-૯ એક લાખ, શબ્દાર્થ : તન = તે (દ્વીપ-સમુદ્ર), મધ્યે = વચમાં, મેરુ = મેરૂ પર્વત, નાભિઃ = મધ્યભાગ, વૃત્તઃ = ગોળાકાર, યોજન = યોજન (માપ), શતસહસ્ત્ર = વિષ્કઃ = વિસ્તાર, જમ્બુદ્વીપ = પ્રથમદ્વીપનું નામ. સૂત્રાર્થ : તે (સર્વ દ્વીપ-સમુદ્રો)ની મધ્યમાં એક લાખ યોજનના વિસ્તારવાળો જંબૂ નામે ગોળ દ્વીપ છે તેની મધ્યમાં મેરુ (પર્વત) છે. ભાવાર્થ : અહીં તમધ્યેનો અર્થ તેની વચમાં. પણ કોની વચમાં ? પૂ. ઉમાસ્વાતિજીની સૂત્ર રચનાની આ એક સુંદર પદ્ધતિ છે. તન્મધ્યેનો જવાબ આગળના આઠમા સૂત્રમાંથી લેવાનો છે. (સૂત્ર ૩-૮ ની અનુવૃત્તિ). તન્મધ્યે એટલે આગળ જણાવેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યમાં રહેલો જંબુદ્રીપ એકલાખ યોજન પહોળો છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy