SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૯ જંબુદ્વીપની બરાબર મધ્યમાં મેરૂ પર્વત છે. જેમ નાભિ (મણિપુર ચક્ર) શરીરના મધ્યભાગમાં છે તેમ મેરૂ પર્વત જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે, આથી સૂત્રમાં જંબૂદ્વીપનું મેરૂનાભિ વિશેષણ છે. મેરૂ પર્વત વિષે વિશેષ માહિતીઃ મેરૂ પર્વતની ઊંચાઈ કુલ ૧,૦૦,૦૦૦ (૧ લાખ) યોજનની છે. જેમાં ૧,000 યોજન જમીનમાં નીચે છે અને ૯૯,000 યોજન ઉંચાઈ જમીનથી ઉપર છે. મેરૂ પર્વત ત્રણ લોકમાં વહેંચાયેલો છે. (૧) અધોલોકમાં ૧૦૦ યોજન. બાકીના ૯00 યોજન તિષ્ણુલોકમાં ગણાય. (૨) મધ્યલોકમાં (તિછલોકમાં) ૧,૮૦૦ (૯૦૦ - ૯૦૦) યોજન (૩) ઉજ્વલોકમાં ૯૮,૧૦૦ યોજન તિથ્યલોકમાં સમભૂલા પૃથ્વીથી ૯00 યોજન નીચે અને ૯00 યોજન ઉપર છે, જમીનમાં કુલ ૧૦00 યોજન છે તેમાંથી ૯00 યોજન તિર્જીલોકમાં અને ૧૦૦ યોજન અપોલોકમાં ગણાય છે. ત્રણ કાંડ (પેજ નંબર ૧૮૪ પરનું ચિત્ર જુઓ) મેરૂ પર્વતના ત્રણ કાંડ (વિભાગ) છે. (૧) પ્રથમ કાંડઃ ૧000 યોજનનો જમીનમાં છે અને તે શુદ્ધ માટી, પથ્થર અને રેતીનો બનેલો છે. (૨) બીજો કાંડઃ જમીનથી સોમનસવન સુધીનો ૬૩,000 યોજનને બીજો કાંડ છે. તે રૂપુ, સુર્વણ અને સ્ફટીક રત્નનો બનેલો છે. (૩) ત્રીજો કાંડઃ સોમનસવનથી શિખર સુધીનો ૩૬,000 યોજનનો ત્રીજો કાંડ છે. તે સુવર્ણનો છે. ચૂલિકા ત્રીજા કાંડની ઉપર બરાબર વચમાં ચૂલિકા છે તે ૪૦ યોજન ઊંચી છે, તેના અગ્રભાગે શાશ્વત જિનમંદિર છે. ચાર વન : (૧) ભદ્રશાલવનઃ સમભૂલા પૃથ્વી ઉપર, મેરૂ પર્વતની આસપાસ આવેલું આ વન છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy