________________
૧૭૮
અધ્યાય ઃ ૩, સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સમાધાન : -
૦ પહેલી નરકમાંથી આવેલો જીવ ચક્રવર્તી થઈ શકે.
• પહેલી કે બીજી નરકમાંથી આવેલો જીવ વાસુદેવ કે બળદેવ થઈ શકે.
• પહેલી ત્રણ નરકમાંથી આવેલો જીવ અરિહંત થઈ શકે.
૦ પહેલી ચાર નરકમાંથી આવેલો જીવ કેવલી થઈ શકે.
૦ પહેલી પાંચ નરકમાંથી આવેલો જીવ ચારિત્રી થઈ શકે.
♦ પહેલી છ નરકમાંથી આવેલો જીવ દેશવિરતિ શ્રાવક થઈ શકે.
• ગમે તે નરકમાંથી આવેલો જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે.
શંકા : કયા પદાર્થો નરકમાં ન હોય ?
સમાધાન : દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ગામ, ઝાડ, ઘાસ, છોડ વગેરે. બાદર વનસ્પતિ, બેઈન્દ્રય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય વગેરે નરકમાં હોતા નથી.
શંકા : નરકત હશે કે નહિ તેની શું ખાત્રી ?
સમાધાન : નરકનું અસ્તિત્વ ભલે આપણે ન જોઈ શકીએ પણ સર્વજ્ઞ કેવલી ભગવંતોને પ્રત્યક્ષ છે. જે જીવો જીવનભર ક્રૂર હિંસા કરે તેનું ફળ ભોગવવા માટે મનુષ્ય ગતિ પર્યાપ્ત નથી.
ધારો કે કોઈ મનુષ્ય એક ખૂન કરે, બીજો દશ ખૂન કરે અને હિટલર જેવો ક્રૂર માનવી લાખોને મારે તો વધુમાં વધુ દરેકને ફાંસી (મુત્યુદંડ)ની સજા થઈ શકે. જેણે લાખોની ઘોર હિંસા કરી હોય તેની સજા અને એકની હિંસા કરી હોય તેની સજા સમાન મળે તે ન્યાય પૂરતો નથી. એવું પણ બને કે ક્રૂર હિંસા, પાપો અને વ્યભિચાર કરનાર માણસ પકડાય નહિ તો તેને પાપનું ફળ કોણ આપે ? સતત હિંસા, ચોરી, લૂંટફાટ કરતા જીવને પાપની સજારૂપે દુઃખ નિરંતર મળવું જોઈએ. મનુષ્ય કે તિર્યંચ ગતિમાં સતત દુઃખ મળતું નથી. આવા જીવોને કર્મસત્તા નરકમાં, જ્યાં સતત દુ:ખ હોય, તેવા સ્થાને જન્મ અપાવે છે. આ રીતે આપણે સ્વીકારવું જ પડે કે નરકગતિનું અસ્તિત્વ છે.