________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૭
શંકા : નરકના જીવો (નારકો) મૃત્યુ પામીને કઈ ગતિમાં જન્મી શકે ?
સમાધાન : નારકો મૃત્યુ પામીને ફરીથી નરકમાં ન જન્મે. કારણ કે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ વગેરે હોતા નથી. તેમને દેવગતિ મળે તેવા શુભ આશ્રવો પણ હોતા નથી તેથી નારકોનો જન્મ દેવગતિમાં પણ ન થાય. નારકો નરકમાંથી નીકળી મનુષ્ય કે તિર્યંચગતિમાં જન્મે છે. આટલું અધોલોકનું અને તેમાં નરકના જીવોનું વર્ણન કરીને હવે અધ્યલોકનું અને તેમાં પણ તિર્યંચ-મનુષ્યોનું વર્ણન ગ્રંથકારશ્રી શરૂ કરે છે. સૂત્ર (૩-૭) પ્રયોજન : તિર્ધ્વલોકમાં દ્વીપ-સમુદ્રોનું વર્ણન जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः
૧૭૯
૩-૭
જમ્બુદ્રીપલવણાદયઃ શુભનામાનો દ્વીપસમુદ્રાઃ
૩-૭
જમ્બુદ્વીપ લવણાદયઃ શુભનામાનઃ દ્વીપ સમુદ્રાઃ
૩-૭
શબ્દાર્થ : જમ્બુદ્વીપ = દ્વીપનું નામ છે, લવણ = સમુદ્રનું નામ, શુભનામાનઃ = શુભ નામવાળા, દ્વીપ સમુદ્રાઃ = દ્વીપ સમુદ્રો.
સૂત્રાર્થ : (તિર્હાલોકમાં) જમ્મૂઢીપ અને લવણસમુદ્ર વગેરે શુભનામવાળા (અસંખ્ય) દ્વીપ અને સમુદ્રો છે.
ભાવાર્થ : સૂત્ર ૩-૧ થી ૩-૬ સુધીમાં અધોલોકનું વર્ણન કર્યું. આ સૂત્રથી ગ્રંથકારશ્રી મધ્યલોક (તિર્હાલોક) ની વાત કરે છે. તિર્હાલોકમાં પ્રથમ એક દ્વીપ, પછી સમુદ્ર, ફરીથી દ્વીપ અને સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપ - સમુદ્ર રહેલા છે. તેમના નામ શુભ છે.