________________
૧૭૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૬ નોંધઃ સમુદ્ધાત, વૈક્રિય લબ્ધિ, મિત્રતા આદિ વિષયોમાં નીચે મુજબ અપવાદ છે. • કેવલી સમુદ્યાતમાં કેવલીના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બનતા હોવાથી સાતે
નરકમાં હોય. • વૈક્રિયલબ્ધિથી મનુષ્યો, તિર્યંચો નરકમાં જઈ શકે. • દેવતાઓ પૂર્વભવના મિત્રોને સાંત્વન આપવા નરકમાં જઈ શકે. • ભવનપતિ અને વ્યંતરદેવો પ્રથમ નરક સુધી જ જાય • વૈમાનિક દેવો ત્રીજી નરક સુધી જાય. કોઈકવાર ચોથી નરક સુધી પણ જઈ શકે.
સીતાજીનો જીવ સીતેન્દ્ર, લક્ષ્મણજી (જે ચોથી નરકમાં હતા)ના જીવને આશ્વાસન આપવા ચોથી નરકમાં ગયો હતો. શંકા ઃ ક્યા સંઘયણ બળવાળો જીવ, કઈ નરક સુધી જન્મે ?
સમાધાન :
સંઘયણબળ | કઈ નરક સુધી જન્મે? વજઋષભનારાચ વાળા | સાતમી નરક સુધી ઋષભનારાજ વાળા છઠ્ઠી નરક સુધી નારાચ વાળા
પાંચમી નરક સુધી અર્ધનારાચ વાળા ચોથી નરક સુધી
કીલિકા વાળા
ત્રીજી નરક સુધી
સેવાર્ત વાળા
બીજી નરક સુધી
વર્તમાનકાળના જીવોનું સેવાર્ત (છઠ્ઠું) સંઘયણ છે. વર્તમાનમાં ભરત - ઐરાવત ક્ષેત્રમાં રહેતો મનુષ્ય વધુમાં વધુ બે નરક સુધી જઈ શકે.
શંકા કઈ નરકમાંથી આવેલો જીવ કઈ લબ્ધિ પામી શકે ?