SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ · • • • • અધ્યાય : ૩, સૂત્ર-પ તપાવીને લાલચોળ કરેલા લોઢાના થાંભલા સાથે બાથ ભિડાવે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર કાંટાવાળા ઝાડ ઉપર નારકોને ચઢાવે છે અને ઉતારે છે. નારકોના માથે લોઢાના ઘણના ઘા મારે છે. કરવતથી તેમના શરીરને છોલે છે. ધગધગતા તેલ શરીર પર રેડે છે. તેઓના શરીરમાં લોખંડના અણીદાર ભાલા ઘોંચે છે. • ધગધગતી સૂકી રેતીમાં દોડાવે છે. સિંહ, વાઘ, વરૂ, શિયાળ, સાપ વગેરેના રૂપ ધારણ કરીને નારકોને પીડા ઉભી કરે છે. શંકા : પરમાધામીદેવો ત્રણ ન૨ક સુધીના જીવોને ત્રાસ આપે, તો બાકીની નરક કરતા આ ત્રણમાં દુઃખ વધુ હોય ? સમાધાન : ના. ચોથીથી સાતમી નરક સુધી પરમાધામીકૃત વેદનાનો અભાવ હોવા છતાં પણ, ક્ષેત્રકૃત અને પરસ્પર ઉદીરિત બે વેદના જ રહે છે. માટે આવી શંકા ઉત્પન્ન થાય તે સ્વભાવિક છે. પરંતુ બાકીની બે વેદનાનું પ્રમાણ એટલું બધું વધારે છે કે તેની સરખામણીમાં પહેલી ત્રણ નરકનું દુઃખ અતિ અલ્પ લાગે. શંકા : ચોથી નરકથી અસુર-ઉદીરિત દુઃખ કેમ નથી કહ્યું ? સમાધાન ઃ પરમાધામી અસુર દેવો ત્રીજી પૃથ્વીથી આગળ જવાની ક્યારેય પણ ઈચ્છા કરતા નથી. ચોથી નરક કે તેથી આગળ જવાનું તેમનું મન થતું નથી. કારણ કે અતિશય દુર્ગંધ અને ગંદા પદાર્થોથી ભરેલું તે ક્ષેત્ર છે તે માટે તે દેવો ત્યાં જતા નથી. શંકા : પરમાધામી દેવો પાસે આનંદ માણવાના અનેક સાધનો હોવા છતાં આવું કૃત્ય કેમ કરે છે ? સમાધાન ઃ તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધેલુ છે એટલે ના૨કોને દુઃખ આપીને અને પરસ્પર લડતા જોઈને તેમને આવા પાપ કર્મમાં જ મઝા આવે છે અને ફરીથી પાપકર્મનો અનુબંધ કરે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy