________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૬
૧૭૫ શંકા : આટલી ભયંકર વેદના નારકો ભોગવે છે તો જીવલેણ દુઃખો વેઠતા તેમનું મૃત્યુ કેમ થતું નથી ?
સમાધાનઃ નારકીનું આયુષ્ય અનપવર્તનીય હોય છે.
તેઓ હરપળે મૃત્યુ ઈચ્છે છે પરંતુ તેમ બનતું નથી. પારાના વેરાયેલા કણીયા ભેગા થઈ જાય તેમ નારકોનું શરીર છિન્ન ભિન્ન થઈ ને તરત જ ભેગુ થઈ જાય છે. એટલે તેમના કર્મોના ફળ રૂપે પૂર્ણ આયુષ્ય ભોગવવું જ પડે છે. તેમનું આયુષ્ય તુટતું નથી કે ઓછુ થતું નથી.
સૂત્ર (૩-૬) પ્રયોજન સાતે નરકના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशति त्रयस्त्रिंशत्सागरोपमाः सत्वानां परास्थितिः તેàકત્રિસદ્ધદશસપ્તદશાવિંશતિ ત્રયત્રિંશત્સાગરોપમાઃ સત્યાનાં પરાસ્થિતિઃ
૩-૬ તેષુ એક – ત્રિ - સપ્ત - દશ - સપ્તદશ - દ્વાવિંશતિ ત્રયન્ટિંશત્ - સાગરોપમાઃ સત્યાનાં પરા સ્થિતિઃ ૩-૬
શબ્દાર્થ : તેષુ = તે નરકોને વિષે, એક-ત્રિ-સપ્ત-દશ = એક-ત્રણ-સાત-દશ, સપ્તદશ = સત્તર(૧૭), દ્વિવિંશતિ = બાવીસ(૨૨), ત્રયત્રિંશત્ = તેત્રીસ (૩૩), સાગરોપમ = સંખ્યાનું એક માપ છે, સત્યાનાં = જીવોની, પરા = ઉત્કૃષ્ટ (સૌથી વધુ), સ્થિતિ = આયુષ્ય.
સૂત્રાર્થ: તે (સાત નારકીમાં) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭૨૨ અને ૩૩ સાગરોપમનું હોય છે.
ભાવાર્થ સાતેય નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે ચાર્ટમાં બતાવ્યું છે. સાથે સાથે જઘન્ય આયુષ્ય પણ બતાવ્યું છે, જે ચોથા અધ્યાયમાં આવશે.