SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૫ ૧૭૩ કરતાં ઓછા દુઃખી થાય છે અને કર્મ પણ ઓછાં બાંધે છે. તેઓ શારીરિક રીતે અત્યંત દુઃખ અનુભવે છે. પરંતુ મનથી કંઈક મક્કમ હોય છે. સાર સમ્યગ્દષ્ટિ જીવો બીજાને દુઃખ આપતા નથી પરંતુ પોતાના પૂર્વકૃત કર્મોની વિચારણા કરે છે. ૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી બીજાને દુઃખ ન દેવું પણ પોતાની જ ભૂલો વિચારવી એ કોઈ સામાન્ય વાત નથી. મોક્ષની શ્રદ્ધા જ તેમને આટલું બળ આપે છે. આ એક સમજવા જેવી વાત છે. સૂત્ર (૩૫) પ્રયોજન નરકમાં પરમાધામીકૃત વેદના કેવી હોય? संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः રૂ-૧ સંકિલષ્ટાસુરોટીરિતદુઃખાશ્ચ પ્રાફ ચતુર્થો ૩-૫ સંકિલષ્ટ - અસુર - ઉદીરિત - દુઃખા ચ પ્રાફ ચતુર્થો ૩-૫ શબ્દાર્થ - સંકિલષ્ટ = તીવ્ર સંકલેશરૂપ પરિણામ, ઉદારિત = ઉત્પન્ન કરાયેલા, પ્રાફ = પૂર્વે, ચતુર્મા = ચોથી (નરકથી). સૂત્રાર્થ - સંકિલષ્ટ પરિણામી એવા અસુરોએ (પરમાધામી દેવોએ) ઉત્પન્ન કરેલાં દુઃખો ત્રીજી નરક સુધી હોય છે ભાવાર્થ:- નારકોની વેદના ત્રણ પ્રકારે કહી છે. ક્ષેત્રકૃત, પરસ્પર ઉદીરિત અને અસુરોટીરિત (પરમધામીકૃત). ક્ષેત્રકૃત અને પરસ્પર ઉદીરિત એમ બે પ્રકારની વેદના પૂર્વે કહેવાઈ છે. આ સૂત્ર ત્રીજા પ્રકારની પરમાધામીકૃત વેદના જણાવે છે. આ પરમાધામીદેવકૃત વેદના પ્રથમની ત્રણ નરક સુધી જ હોય છે. તેથી ચોથી અને તે પછીની નરકમાં ઓછુ દુઃખ હોય છે તેમ ન સમજવું પરંતુ ત્યાં પરસ્પરકૃતિ અને ક્ષેત્રકૃત વેદના અતિશય ભયંકર હોય છે તેમ સમજવું. પરમાધામીદેવો નારકીઓને લડતા જોઈને, પરસ્પર લડાવીને, એકબીજાને પ્રહાર કરતા જોઈને અત્યંત ખુશ થાય છે. અટ્ટહાસ્ય કરે છે, તાળીઓ પાડે છે અને જોરશોરથી સિંહનાદ પણ કરે છે. તેમની દુઃખ આપવાની પદ્ધતિ નીચે મુજબ હોય છે. • નારકોને તપાવેલા - પીગળેલા લોઢાનો રસ પીવડાવે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy