SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ અધ્યાય : ૩, સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર દૃષ્ટિએ વિચારીએ તો અહીં શુભલેશ્યા કરતા અશુભલેશ્યા વાળા જીવોનું પ્રમાણ ઘણું વધારે છે એટલે અશુભલેશ્યાને મુખ્ય કહી. છતાં કોઈ કોઈ જીવો શુભલેશ્યા વાળા પણ હોય છે જે સમ્યત્વ ગુણને પ્રાપ્ત કરી શકે છે. મોટા ભાગે અશુભ લેશ્યા હોય છે. શંકા :- નારકીનું ઉત્તરવૈક્રિય શરીર કોને કહેવાય? સમાધાન નારકીઓના શરીર બે પ્રકારના કહ્યા છે. (૧) ભવધારણીય અને (૨) ઉત્તરવૈક્રિય. નારકીનો જન્મ થતાં જ મળેલું શરીર ભવધારણીય શરીર કહેવાય છે અને વૈક્રિય લબ્ધિથી બનાવેલું શરીર ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. સૂત્ર (૩-૪) પ્રયોજનઃ નરકના જીવોમાં કરાતી પરસ્પર વેદના. परस्परोदीरितदुःखाः ३-४ પરસ્પરોટીરિતદુખાઃ ૩-૪ પરસ્પર - ઉદીરિત - દુઃખાઃ ૩-૪ શબ્દાર્થ પરસ્પર = એકબીજાને, ઉદીરિત = ઉત્પન્ન કરેલા, દુઃખ = દુઃખોવાળા સૂત્રાર્થ :- (નરકના જીવો) પરસ્પર ઉદારિત દુઃખવાળા હોય છે. (અર્થાતુ આ જીવો અન્યોન્ય એકબીજાને દુઃખ આપે છે) ભાવાર્થઃ- જેમ ઉંદર-બિલાડી, સાપ-નોળીયો જન્મજાત દુશ્મનો છે. તેમ નારકના જીવો પણ આજીવન શત્રુ હોવાથી એકબીજાને જોઈને કુતરાની જેમ પરસ્પર લડે છે, કરડે છે અને ગુસ્સાથી બળે છે. પરિણામે તેને પરસ્પર જનિત દુ:ખવાળા કહ્યા છે. આ દુઃખ પણ સ્વાભાવિક નથી હોતું પણ ઉદીરણા કરી કરીને આપતા હોય છે માટે શાસ્ત્રમાં પરસ્પર ઉદીરિત દુ:ખવાળા કહ્યા છે. નારક જીવો બે પ્રકારના છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદેષ્ટિ. બંને પ્રકારના જીવોને ભવનિમિત્ત અવધિજ્ઞાન હોય છે. તેમાં મિથ્યાત્વીને અવધિજ્ઞાન વિભંગજ્ઞાન રૂપ હોવાથી દુઃખનું જ કારણ બને છે. બીજાને દુઃખ આપે છે અને પોતે પણ દુઃખ સહન કરે છે. સમ્યગ્દષ્ટિ નારક જીવો પોતાના પૂર્વભવના પાપોની વિચારણા કરે છે. પરિણામે બીજાને દુઃખી કરતા નથી તેમજ સહનશીલતા નામનો ગુણ હોવાથી મિથ્યાષ્ટિ નારકો
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy