SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૩ ૧૭૧ ખરજવેદના :- છરીથી શરીરને ખમ્યા કરે તો પણ મટે નહિ એવી ખણજની તીવ્ર વેદના નિરંતર રહ્યા કરે છે. પરાધીનતા - જ્યાં પરમાધામી છે ત્યાં પરમાધામીને સદા વશ રહેવું પડે છે. તે ઉપરાંત સાતે નરકમાં રહેલા જીવોને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ભયંકર વેદના સહન કરવી પડે છે. જ્વર :- મનુષ્યને અધિકમાં અધિક જેટલો તાવ આવે તેનાથી અનંત ગણો તાવ નરકના જીવોને નિરંતર રહે છે. દાહઃ- નરકના જીવોને શરીરમાં સદા દાહ એટલે કે બળતરાની વેદના રહ્યા જ કરે છે. ભય -અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી ભવિષ્યમાં આવનારા દુઃખ ને જાણે છે તેથી સદા ભયભીત રહે છે. • શોક :- દુઃખ, ભય વગેરેના કારણે સદા શોક મગ્ન જ રહે છે. (૫) અશુભતર વિક્રિયા:- નરકના જીવોને અશુભ નામ કર્મનો ઉદય હોવાથી કદાચ તેઓ શુભ ઉત્તર વૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરે તો પણ અશુભ શરીરનું જ નિર્માણ થઈ જાય છે. સાર:- સાતે નરકોમાં ક્રમસર વધતી જતી અશુભતાનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. વાંચતા પણ કંપારી છૂટે તેવી ભયંકર વેદના આ સૂત્રના દરેક વિભાગમાં બતાવી છે. આવા ભયંકર દુઃખો અનુભવ્યા છતાં હજી દુર્ગતિ નિવારવાનું આપણને મન થતું નથી. આવા દુઃખોનું ચિંતન કરી, વૈરાગ્ય ભાવને મજબુત કરી, શુભભાવમાં સ્થિર થવું જરૂરી છે. શંકા : જો નરકમાં નિરંતર અશુભ લેશ્યા જ હોય તો નવું સમ્યક્ત્વ પામનારા જીવો પણ નરકમાં હોય છે અને તેમની વેશ્યા શુભ હોય છે. તો આ સૂત્ર સાથે શું વિરોધાભાસ નહીં આવે ? સમાધાન : તમારો પ્રશ્ન સમજી શકાય છે. પણ જરા વિચાર કરો. વેશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એવા બે ભેદો છે. આ સૂત્રમાં જે અશુભલેશ્યાની વાત કરી છે. તે દ્રવ્યલેશ્યાને આશ્રયી છે. ભાવથી તો છએ વેશ્યા નરકના જીવોમાં હોય છે. બીજી
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy