SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અધ્યાય : ૩, સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શિશિરઋતુ હોય, પોષ માસની કડકડતી ઠંડી હોય, આકાશ વાદળ રહિત હોય, શરીર કંપાવે તેવો તીવ્ર પવન ફૂંકાતો હોય, હાથ-પગ-દાંત-હોઠ વગેરે ધ્રુજી રહ્યા હોય. આ સમયે કોઈ માનવી હિમાલય પર્વતના ઉપરના ભાગમાં બેઠો હોય, ચારે બાજુ જરાપણ અગ્નિ ન હોય, ચોતરફ ખુલ્લી જગ્યા હોય, શરીર વસ્ત્ર રહિત હોય આ સમયે તેને ઠંડીથી જેટલી વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકાવાસમાં રહેલા નારકોને નિરંતર હોય છે. આવી ઠંડીની વેદના અનુભવતા નારકોને જો ત્યાંથી ઉપાડી મનુષ્યલોકમાં સખત ઠંડી હોય તેવા સ્થાને મૂકવામાં આવે તો ઘસઘસાટ ઉંઘી જાય છે. (અર્થાત્ તેને હળવી અને સુખકારી ઠંડી લાગે છે). • ઉષ્ણવેદના:- નરકમાં થતી ઉષ્ણ વેદના શાસ્ત્રમાં સુંદર ઉપમા આપીને સમજાવી છે. જેઠ મહિનો હોય, આકાશ વાદળોથી રહિત હોય, મધ્યાહુનનો સમય હોય, પવન બિલકુલ ન હોય, સૂર્ય આકાશના મધ્ય ભાગે તપી રહ્યો હોય, આ સમયે મનુષ્યને જે વેદના થાય તેનાથી અનંતગણી ઉષ્ણ વેદના નરકના જીવોને હોય છે. આવી તીવ્ર વેદના સહન કરતા નારકને ઉપાડીને મનુષ્ય લોકની સખત ગરમી વાળી ભૂમિમાં મૂકવામાં આવે તો તે ઘસઘસાટ ઉંઘી જાય.(અર્થાત્ તે જીવને સાતા ઉપજે). પહેલી, બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. ચોથી નરકમાં પણ નારકોને ઉષ્ણ તથા થોડા નારકોને શીત વેદના હોય છે. પાંચમી નરકમાં ઘણા નારકોને શીત તથા થોડા નારકોને ઊષ્ણ વેદના હોય છે. છઠ્ઠી-સાતમી નરકમાં કેવળ શીત વેદના જ હોય છે. સુધાવેદના:- આ વેદનાના ઉદયથી ભુખ એટલી બધી હોય કે જગતમાં રહેલા બધા જ અન્નનું ભક્ષણ કરી જાય, ઘી ના અનેક સમુદ્રો ખલાસ કરી નાખે, દુધના સમુદ્રો પી જાય તો પણ તેમની ભૂખ શાંત થતી નથી. તૃષાવેદના:- જગતના સઘળા સમુદ્રોના જળનું પાન કરી જાય તો પણ તૃષા શાંત થતી નથી. સદા હોઠ સુકાયેલા જ રહે છે, સદા ગળામાં શોષ રહે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy