SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૩ ૧૬૯ સંસ્થાનઃ જીવોની આકૃતિ જોનારને ઉદ્દેગ ઉત્પન્ન થાય તેવા હોય છે. પાંખો કાપી નાંખેલા પક્ષીના જેવું વિરૂપ છે. બેડોળ અને ત્રાસજનક દેહાકૃતિ હોય છે. ભેદઃ કુંભી વગેરેમાંથી નારકીના શરીરોમાં પુગલોને છુટા કરવામાં આવે છે. તે શસ્ત્રો વડે પ્રહાર કરવા જેટલું દુઃખદાયી લાગે છે. શરીરના ભાગોને કાપી કાપીને બહાર કાઢવામાં આવે છે. વર્ણઃ વર્ણ અતિ નિકૃષ્ટ, અતિ ભીષણ તથા મલિન હોય છે. સર્વત્ર ગાઢ અંધકાર હોય છે. તળીયાનો ભાગ ગ્લેખ, મળ, મૂત્ર વગેરે અશુચિ પદાર્થોથી લેપાયેલા હોય તેવો દેખાય છે અને ત્રાસ ઉપજાવે તેવો હોય છે. ગંધ : નરકની ભૂમિ ઉપર જણાવેલ અશુભ પદાર્થોથી ખરડાયેલી હોવાથી સદા દુર્ગધ છૂટે છે. રસઃ નરકના પદાર્થોનો રસ, લીમડાના રસથી અધિક કડવો હોય છે. સ્પર્શ : નરકના પદાર્થોનો સ્પર્શ અધિક ઉષ્ણ અને વીંછીના ડંખથી પણ અધિક પીડા ઉપજાવનાર હોય છે. • અગુરુલઘુ શરીરનો અગુરુલઘુ પરિણામ અનેક દુઃખોનો આશ્રય હોવાથી અશુભ હોય છે. શબ્દ : નરકના જીવોના શબ્દો પણ જાણે તેઓ વિલાપ કરતા હોય એવા અશુભ અને સાંભળતા પણ કરૂણા ઉપજે તેવા હોય છે. (૩) અશુભતર દેહ:- નરકના જીવોનું શરીર હંડક સંસ્થાનવાળું હોય છે. શરીરના અવયવો પણ બેડોળ હોય છે. તેમનું શરીર મલ-મૂત્ર આદિ અશુભ પદાર્થોથી ભરેલું હોય છે. શરીરનો વર્ણ અતિશય કાળો અને ભયાનક હોય છે. (૪) અશુભતર વેદના:-નરકના જીવોને ક્ષેત્ર સંબંધી, પરસ્પરોટીરિત અને અસુરોદીરિત (પરમાધામીકૃત) એમ ત્રણ પ્રકારની વેદના નિરંતર હોય છે. નરકમાં શીત, ઉષ્ણ, સુધા, તૃષા, ખણજ, પરાધીનતા, જવર, દાહ, ભય, શોક એમ દશ પ્રકારની ક્ષેત્રકૃત વેદના છે. શીતવેદના :- નરકમાં સહન કરવી પડતી ઠંડીનો આછો ખ્યાલ આપવા માટે શાસ્ત્રમાં સુંદર દાખલો આપી આ વિષયનું વર્ણન કર્યું છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy