SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અધ્યાય : ૩, સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકપ્રભા : વાલુકાપ્રભા કરતા પણ તીવ્ર સંકલેશરૂપ અધ્યવસાય યુક્ત એવી નીલ લેશ્યા, શંકપ્રભા પૃથ્વીના નારકોને હોય છે. • ધૂમપ્રભા : આ નરકોમાં રહેલા ઉપરના ભાગના જીવોને નીલ લેશ્યા અને નીચેના ભાગમાં રહેલા જીવોને કૃષ્ણલેશ્યા હોય છે. • તમઃપ્રભા : ધૂમપ્રભા કરતા તીવ્રતર સંક્લેશરૂપ અધ્યવસાય યુક્ત એવી કૃષ્ણલેશ્યા તમઃપ્રભા પૃથ્વીના નરકોના જીવોને હોય છે. તમઃતમઃપ્રભા : નરકોમાં રહેલા જીવોને વધારે અશુભ એવી કૃષ્ણ લેશ્યા હોય છે. નરકપૃથ્વી ૧લી રજી ૩જી ૪થી ૫મી | 100 ૭મી લેશ્યા કાપોત લેશ્યા (તીવ્ર) કાપોત લેશ્યા (તીવ્રતર) પ્રથમ પ્રતરમાં કાપોત લેશ્યા (તીવ્રતમ) શેષ પ્રતરોમાં નીલ લેશ્યા (તીવ્ર) નીલ લેશ્યા (તીવ્રતર) પ્રથમ પ્રતરમાં નીલ લેશ્યા (તીવ્રતમ) શેષ પ્રતરોમાં કૃષ્ણ લેશ્મા (તીવ્ર) કૃષ્ણ લેશ્યા (તીવ્રતર) કૃષ્ણ લેશ્મા (તીવ્રતમ) (૨) અશુભતર પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એ દશ પ્રકારના પુદ્ગલોના પરિણામ અશુભ છે. બંધન ઃ શરીર સાથે સંબંધમાં આવતા પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. : ગતિ ઃ અપ્રશસ્ત વિહાયોગતિ નામ કર્મનો ઉદય હોવાથી નારકોની ગતિ ઊંટ જેવી અપ્રશસ્ત હોય છે. તપાવેલા લોખંડ પર પગ મૂક્યો પડે, તેનાથી પણ વધુ દુ:ખદાયી ગતિ (ચાલ) ના૨ક જીવોની હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy