________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૩
શંકા : “નરક” અને “નારક” વચ્ચે શું તફાવત છે ?
સમાધાન : નરક એટલે નારકી (નરકના જીવો) ને રહેવા માટેનું સ્થાન, અર્થાત્ નરક એટલે કે નરકાવાસ. નારક એ જીવ છે જે નરકાવાસમાં ઉત્પન્ન થાય છે અને રહે છે. નરકમાં ઉત્પન્ન થતો હોવાથી તેને ના૨ક કહેવાય છે.
સૂત્ર (૩-૩) પ્રયોજન : નારકોની અશુભ લેશ્યા, અશુભદેહ અને અતિશય વેદના ની ચર્ચા આ સૂત્રમાં છે.
नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः
૩-૨
૩-૨
નિત્યાશુભતરલેશ્યાપરિણામદેહવેદનાવિક્રિયાઃ નિત્ય-અશુભતર-લેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ ૩-૩
આત્માનો
શબ્દાર્થ : નિત્ય = હંમેશા, અશુભતર વધારે અશુભ, લેશ્યા અધ્યવસાય, પરિણામ નરકોમાં રહેલા પુદ્ગલ દ્રવ્યોના અશુભ પરિણામો, દેહ = શરીર, વેદન = દુઃખ, વિક્રિયા ઉત્તર વૈક્રિય શરીર સૂત્રાર્થ : (ના૨કો) સદા અશુભતર લેશ્યા, પરિણામ, દેહવેદના અને વિક્રિયાવાળા હોય છે.
•
=
·
=
૧૬૭
=
=
ભાવાર્થ : ન૨કના જીવોમાં હંમેશા લેશ્યા અતિ અશુભ, પુદ્ગલવર્ણાદિનો પરિણામ અશુભ, દેહ અશુભ, અતિશય વેદના, ઉત્તર વૈક્રિય શરીર પણ અત્યંત અશુભ હોય છે. તે પણ નીચે નીચેની નરકમાં એક એકથી વધુ અશુભ હોય છે. નરકના જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે.
(૧) અશુભતર લેશ્યા :
• રત્નપ્રભા : નરકોમાં જીવોને કાપોત લેશ્યા હોય છે.
શર્કરાપ્રભા : નરકોમાં પણ જીવોને કાપોત લેશ્યા હોય છે.
વાલુકાપ્રભા : નરકના ઉપરના ભાગમાં આવેલા નારકોને કાપોત લેશ્યા અને નીચેના ભાગમાં આવેલા નારકોને નીલ લેશ્યા હોય છે.