________________
૧૬૬
અધ્યાય : ૩, સૂત્ર-૨
• તેની નીચે પાંચ અનુત્તર વિમાન (દેવલોક) છે.
• તેની નીચે નવ પ્રૈવેયક (દેવલોક) છે.
• તેની નીચે ક્રમશઃ બાર દેવલોક છે.
• તેની નીચે જ્યોતિષચક્ર (સૂર્ય,ચંદ્ર,ગ્રહ,નક્ષત્ર,તારા) છે.
• તેની નીચે મનુષ્યલોક અર્થાત્ તિર્થાલોક આવેલો છે. આટલા સ્થાનો ઉપરના સાત રાજલોકમાં છે.
♦ પછી અધોલોકના સાત રાજલોક શરૂ થાય છે.
• પછી ક્રમશઃ એક એક નીચે સાત નરકો છે.
નોંધ ઃ મનુષ્યલોકની ઉપર ઊર્ધ્વલોક અને નીચે અધોલોક છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્ર (૩-૨) પ્રયોજન : નરકાવાસોનું વર્ણન કરે છે.
तासु नरकाः
૩-૨
તાસુ નરકાઃ
૩-૨
તાસુ નરકાઃ
૩-૨
શબ્દાર્થ : તાલુ—તેમાં (સાત નરકોમાં), નરકાઃ = જ્યાં ના૨ક જીવો રહે છે. સૂત્રાર્થ : તેમાં (સાતે નારકીમાં) નરકના જીવો (રહે) છે.
ભાવાર્થ : આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્યો, તિર્યંચો, ભવનપતિ, વ્યંતરદેવો, તથા નારકો એમ ચારેય ગતિના જીવો રહે છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ, ઉપરથી નીચે સુધીનો વિસ્તાર, એક લાખ એંશી હજાર (૧,૮૦,૦૦૦) યોજન છે. ઉપરના એક હજાર અને નીચેના એક હજાર યોજન છોડીને મધ્યના એક લાખ અઠોતેર હજાર (૧,૭૮,૦૦૦) યોજનમાં નારકો છે. એ જ પ્રમાણે પહેલી છ પૃથ્વીમાં સમજવું. સાતમી પૃથ્વીમાં ઉપરના સાડા બાવનહજાર (૫૨,૫૦૦) યોજન અને નીચેના સાડા બાવનહજાર યોજન છોડતા બાકીના ત્રણ હજાર યોજનમાં નારકીના જીવોને વસવાના નરકાવાસો છે.
રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩,૧૧,૯,૭,૫, ૩ અને ૧ પ્રતરો છે. (માળવાળા મકાનની જેવા આ પ્રતરો છે.)