________________
નમો નાણસ્સ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજીએ રચેલ છે જે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી સર્વને માન્ય ઉત્તમોત્તમ ગ્રંથ છે જેમાં જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવ-નિર્જરા અને મોક્ષતત્ત્વનું વર્ણન છે.
લિ. ચંપકલાલ પી. મહેતા
જીવતત્ત્વનું જ્ઞેયત્વ જીવના સ્વરૂપને જાણી જગતના સર્વ જીવો તરફ મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાથી ભાવિત થવું તે છે અને અજીવતત્ત્વનું જ્ઞેયત્વ ખાસ કરીને પુદ્ગલ એ વિશેષ રાગાદિનું કારણ છે, માટે તેને તોડવા માટે અનિત્યાદિ બાર ભાવનાઓથી ભાવિત થવું તે છે. આશ્રવ અને બંધમાં હેયબુદ્ધિ અને સંવર અને નિર્જરામાં ઉપાદેયબુદ્ધિ અને શક્ય તેટલું આવરણ સમ્યગ્દર્શનનું કારણ છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી આત્માનો અમુક કાળે અવશ્ય મોક્ષ થાય છે. આ સાતેય તત્ત્વોનું અધ્યયન અને તેના દ્વારા શ્રદ્ધા દૃઢ થાય તે અતિશય જરૂરી છે.
વર્તમાનમાં આ સૂત્રનું અધ્યયન કરનાર વર્ગ વિશાળ છે. વિદેશમાં પણ આ અંગે રૂચી અને અધ્યયન ઘણું વધ્યું છે. આ ગ્રંથ ઉપર ઘણા મહાપુરુષોએ તેમજ વિદ્વાનોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે, પરંતુ વર્તમાનકાળના જીવો વિશેષ સારી રીતે સમજી શકે તે માટે અનેક વ્યવહારું દૃષ્ટાંતો આપવા દ્વારા યુ.એસ.એ.ના ન્યુજર્સીમાં રહેતા સિદ્ધચક્રજીના નિત્ય આરાધક, સ્વાધ્યાય રસિક, અધ્યયન-અધ્યાપનકાર્યમાં કુશળ શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતાએ આ ગ્રંથ ઉપર વિવેચન કરી ભગીરથ કાર્ય કરેલ છે. તેમનો પ્રયાસ સ્તુત્ય છે.
પં. ધીરજલાલ મહેતા પાસે અધ્યયન કરી પોતે કલાકો સુધી મહેનત કરી ન્યુજર્સીમાં દ૨ ગુરુવારે લગભગ ૬૦ જેટલા પુણ્યાત્માઓને ચીવટપૂર્વક અધ્યયન તો કરાવે જ છે પણ દરેક સારી રીતે મુખપાઠ કરી શકે તે માટે વારંવાર પરીક્ષા લેવાનું તેમજ તેના માટે તેમનાં સુશ્રાવિકા પ્રવિણાબેનનો સહયોગ અત્યંત અનુમોદનીય છે.
વ્યવસાયથી નિવૃત્ત પણ સ્વાધ્યાયમાં અતિશય પ્રવૃત્ત હોવાના કારણે પ્રચંડ કર્મનિર્જરાને સાધી રહ્યા છે. ૨૦૧૩ થી મારે પણ વારંવાર યુ.એસ.એ. જવાનું થાય છે અને ચન્દ્રકાન્તભાઈના અધ્યાપનના અત્યંત પુરુષાર્થના કારણે તત્ત્વજિજ્ઞાસુ વર્ગ તૈયાર થયો છે તેથી ત્યાંના સ્વાધ્યાયમાં અત્યંત આનંદ આવે છે. મારા કલ્યાણમિત્ર પણ છે અને મેં પણ અમુક અધ્યાયો ત્યાં રહ્યો તે દરમિયાન જોયા
છે.
ખરેખર તીવ્ર અભિરૂચિ પૂર્વક પ્રકાશન માટે ઉદ્યત થયા છે અને ભવિષ્યની પેઢી માટે અમૂલ્ય નજરાણું બની રહેશે તેમાં કોઈ શંકા નથી. પુસ્તક પ્રકાશનના અપ્રતિમ પ્રયાસને હૃદયથી આવકારું છું.
લિ. ચંપકલાલ પી. મહેતા
૩, ન્યુ બિલ્ડીંગ, જોસેફ વાડી, ૨૮૧, એસ.વી. રોડ, ગોરેગાવ (વે), મુંબઈ-૪૦૦૦૫૨. મો. ૯૧-૯૮૬૯૭૦૩૯૨૦ E-mail : cpmehta1961@gmail.com