________________
સૂત્ર (૩-૧) પ્રયોજન : નરકની સાત પૃથ્વીના નામ જણાવે છે. रत्नशर्करावालुकापंकधूमतमोमहातमःप्रभाभूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः
રત્નશર્કરાવાલુકાપંકધૂમતમોમહાતમઃપ્રભાભૂમયો
ઘનામ્બુવાતાકાશપ્રતિષ્ઠાઃ સપ્તાધોડધઃપૃથુતરાઃ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમઃ પ્રભા ભૂમયઃ ઘન-અમ્બુ-વાત-આકાશ-પ્રતિષ્ઠાઃ સપ્ત અધઃ અધઃ પૃથુતરાઃ ૩-૧
=
શબ્દાર્થ : રત્ન = રત્નપ્રભા-(પહેલીનરક), શર્કરા = શર્કરાપ્રભા (બીજીનરક), વાલુકા = વાલુકાપ્રભા(ત્રીજીનરક), પંક = પંકપ્રભા (ચોથીનરક), ધૂમ = ધૂમપ્રભા (પાંચમીનરક), તમઃ = તમઃપ્રભા (છઠ્ઠીનરક), મહાતમઃ = મહાતમઃપ્રભા (સાતમી નરક), ભૂમિ = નરકભૂમિ (પૃથ્વી) ધનામ્બુ = બરફની પાટ જેવું થીજેલું પાણી, વાત વાયુ, આકાશ = આકાશ, પ્રતિષ્ઠાઃ = સ્થિત / રહેલી, સપ્ત = સાત, અધઃઅધઃ નીચે - નીચેની, પૃથુતરા વિસ્તારવાળી.
=
અધ્યાયઃ ૩
=
-
૩-૧
સૂત્રાર્થ : રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા,
.
મહાતમઃ પ્રભા (એમ સાત નરક) પૃથ્વીઓ છે.(એ સાત પૃથ્વીઓ) ઘનામ્બુ (ઘનોષિ), ઘનવાત, તનવાત, અને અકાશ ને આધારે રહેલી છે. (ક્રમશ:) એક એકની નીચે આવેલી છે, (અને ક્રમશ:) વધારે વધારે પહોળી છે.
ભાવાર્થ : પ્રથમ ૧૪ રાજલોકનું સામાન્ય સ્વરૂપ સમજી લઈએ. કોઈ પુરુષ કમ૨ પર બે હાથ મૂકીને, અને બે પગ પહોળા કરીને ઊભો હોય તેવો આ લોક છે. આ લોક શાશ્વત છે. કોઈએ બનાવ્યો નથી. તે સ્વયંસિદ્ધ છે અને આધાર વિના આકાશમાં રહેલો છે. આ લોકના ૧૪ વિભાગ સ્પેલા છે. તેના પ્રત્યેક વિભાગને રજ્જુ અથવા રાજ