SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર બીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર ૧૫૭ અંદર પણ ગતિ કરી શકે છે અને બહાર પણ ગતિ કરી શકે છે. બધા શરીરોનું બીજ છે કાર્પણ શરીર જેમ બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે તેમ કર્મથી કાર્પણ શરીર અને કાર્મણ શરીરથી કર્મ. આ ચક્ર ચાલ્યા જ કરે છે. કાર્પણ શરીરને મૂળમાંથી કાઢીને નષ્ટ કરવું તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ સૂત્ર ર-પરમાં સૂત્રકારે અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય સમજાવ્યા. દેવ અને નરકગતિમાં ઉપપાત રૂપ જન્મથી ઉત્પન્ન થનારા ઔપપાતિક, વર્તમાન ભવનું છેલ્લું શરીર છોડી સંપૂર્ણ કર્મ રહિત થઈ સિદ્ધ ગતિ પામનારા ચરમશરીરી, તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ૬૩ શલાકા ઉત્તમ પુરૂષો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચો-યુગલિકોનું આયુષ્ય અનપવર્તનીય (ઘટે નહિ તેવું) હોય છે. વર્તમાનમાં મનુષ્યોનું આયુષ્ય મોટા ભાગે અપવર્તનીય એટલે નિમિત્ત મળતાં ઘટી શકે અર્થાત્ જલ્દી ભોગવાઈ જાય તેવું હોય છે. બીજો અધ્યાય સંપૂર્ણ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy