SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ બીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૬ કષાય અને ૯ નોકષાય ચારિત્ર મોહનીયમાં આવે છે. ૧૬ કષાયમાં પહેલા ચાર છે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ તેની સાથે દર્શનમોહનીયની ત્રિપુટી મળી જતા દર્શનસપ્તક કહેવાય છે. હવે ઉપશમસમ્યકત્વ ગુણ પ્રગટાવવા માટે દર્શન સપ્તક નો ઉપશમ કરવો પડે, પરંતુ આપણું લક્ષ્ય છે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરવાનું તે માટે મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરવો જ પડે. આ માટે વચગાળાનો ક્ષાયોપથમિક (ક્ષયોપશમ) ભાવ વિસ્તારથી સમજવો પડે છે. સૂત્ર ર-૬માં ગ્રંથકારશ્રીએ કર્મના ઉદયથી આવતા ઔદયિકભાવના આઠ(૮) ભેદો સમજાવ્યા. ત્યારપછી સૂત્ર ૨-૮માં ઉપયોગો લક્ષણમ્ સૂત્ર દ્વારા કહ્યું કે ઉપયોગ એ જીવનો અસાધારણ ગુણ છે. કોઈપણ જીવમાં અક્ષરના અનંતમા ભાગે તો જ્ઞાન રહેલું જ છે. જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યોમાં ઉપયોગ (જ્ઞાનનો અંશો હોતો નથી. આટલા વિવેચન પછી સૂત્રકાર મહર્ષિશ્રીએ સૂત્ર ર-૧૦ થી ૨-૨૫ સુધી જીવ ત્તત્વની વિસ્તારથી ચર્ચા કરી ત્રસ અને સ્થાવર જીવો, પાંચ ઈન્દ્રિયો અને દરેકના વિષયો, દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિય, અત્યંતર ઈન્દ્રિય તથા સંજ્ઞી અને અસંજ્ઞી જીવો વગેરેનું ક્રમશઃ વર્ણન કર્યું. સૂત્ર ર-ર૬ થી ૨-૩૧માં ગ્રંથકાર સમજાવે છે કે જીવ મૃત્યુ પામી એક શરીર છોડી બીજા શરીરમાં પ્રવેશ કરે ત્યારે કેવી ગતિથી પરભવમાં જાય છે ? ત્યાં જતા કેટલા શરીર હોય ? આહાર લે છે ? કે અણાહારી જ હોય છે ? વગેરે ગતિ-યંત્ર બતાવીને સરસ રીતે સમજાવે છે. પરભવમાં જીવનો જન્મ ત્રણ રીતે થઈ શકે છે. ગર્ભજ, સંપૂઈન અને ઉપપાત. આ વાત તેમણે સૂત્ર ૨-૩રમાં કહી. દરેક પ્રકારના જન્મના પેટા ભેદોનું વિવેચન સૂત્ર ૨-૪૯ સુધી ચાલ્યું. દેવ અને નરકગતિ માં જન્મ થાય તો ઉપપાત જન્મ કહેવાય, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા અગર્ભજ મનુષ્યને સંપૂઈન જન્મ હોય છે. સ્ત્રી-પુરુષના સંયોગથી થતો જન્મ ગર્ભજ કહેવાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ એમ પાંચ પ્રકારના શરીરોમાં દરેક શરીર તેના પૂર્વના ક્રમમાં આવતા શરીર કરતા સૂક્ષ્મ છે. વૈક્રિય અને આહારક શરીર ફક્ત ત્રસ નાડીમાં જ ગતિ કરી શકે છે જ્યારે તૈજસ અને કાર્મણ શરીર ત્રસનાડીની
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy