________________
abo બીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર દ્વારા ગ્રંથકાર પૂર્વધર પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજાએ મોક્ષ માર્ગ બતાવીને મોક્ષની યાત્રા પર જવાનો અંગુલિનિર્દેશ કર્યો છે. આગળ વધવા તેમણે સાત તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું. સમ્યગ્દર્શન વિના મોક્ષની મંઝિલ પ્રાપ્ત ન થઈ શકે તે વાત દૃઢ થઈ.
જીવાદિ સાત ત્તત્વો બીજા અધ્યાયથી શરૂ કરી એક પછી એક અધ્યાયમાં આચાર્ય ભગવંત વિસ્તારથી સમજાવે છે. બીજા અધ્યાયમાં કુલ બાવન (૫૨) સૂત્રો આપીને ક્રમશઃ જીવના પાંચ ભાવો અને દરેક ભાવના ભેદો, જીવનું લક્ષણ, સંસારી જીવના ભેદો, સ્થાવર અને ત્રસ જીવો, ઈન્દ્રિયો અને દરેક ઈન્દ્રિયનો વિષય, સિદ્ધ અને સંસારી જીવની ગતિ કેવી રીતે થાય છે ? તેનું દિગ્દર્શન, આકાશમાં જીવની ગતિ, વિગ્રહ ગતિ, જન્મના પ્રકારો, શરીરના ભેદો, વૈજસ-કાર્યણ શરીરની વિશેષતાઓ અને આયુષ્યના ભેદ વગેરેનો વિસ્તારથી પરિચય કરાવ્યો.
બીજા અધ્યાયનો પાયો (Foundation) સૂત્ર ૨-૧ થી ૨-૯ માં છે. જીવના પાંચ ભાવો (ઔપમિક, જ્ઞાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારણામિક) ની સમજણ અત્યંત જરૂરી છે. ઔપશિમક ભાવમાં ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર સમાયેલા છે. ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. એટલે મોહનીય કર્મની માયા જાળ બરાબર સમજવી જરૂરી છે. મોહનીયકર્મના બે વિભાગ પડે છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય.
દર્શનમોહનીયની ત્રિપુટી છે (૧) સમ્યક્ત્વમોહનીય (૨) મિશ્રમોહનીય અને (૩) મિથ્યાત્વમોહનીય