________________
૧૫૪ અધ્યાય : ૨, સૂત્ર-પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકા - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક પોતાના ભવમાંથી છૂટીને (મૃત્યુ પામીને) ક્યા ક્યા ભવમાં ઉત્પન્ન થઈ શકે ? સમાધાન :- તમારા પ્રશ્નનું સમાધાન નીચેના ચાર્ટમાંથી મળશે.
વર્તમાન ભવ
|
એકેન્દ્રિય | વિક્લેન્દ્રિય | તિર્યંચ | મનુષ્ય | દેવ |
પૃથ્વી-અપ-વનસ્પતિ
તેઉકાય - વાઉકાય
વિક્લેન્દ્રિય
તિર્યંચ
મનુષ્ય
બે દેવલોક સુધીના દેવો પૃથ્વી-અપઅને વનસ્પતિમાં જન્મે છે.
નારક
X
X
| Y | ૪ | ૪ | ૪ |
શંકા :- કોઇપણ જીવમાં ઓછામાં ઓછી કેટલી પર્યાપ્તિ હોય? કયા જીવો છ પર્યાપ્તિ પૂર્ણ કરી શકે ? સમાધાન કોઈપણ જીવને પ્રથમની ચાર પર્યાપ્તિ તો હોય જ. એકેન્દ્રિય જીવને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ એમ ચાર પર્યાતિ હોય. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પહેલી ચાર પર્યાપ્તિ ઉપરાંત ભાષા પર્યાપ્તિ એમ કુલ પાંચ પર્યાપ્તિ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને છ એ છ પર્યાપ્તિ હોય.