________________
દષ્ટિપૂર્ણ હોય છે. એમના પત્ની અને અત્યંત ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા પ્રવીણાબેન ફિલપ-ચાર્ટ બનાવે, એના પર દરેક સૂત્ર લખ્યું હોય. એ સૂત્રનો ગુજરાતીમાં સૂત્રાર્થ હોય અને પછી ચંદ્રકાન્તભાઈ એનું વિવરણ કરે. જિજ્ઞાસુઓ સાથે મુક્ત ચર્ચા પણ કરે તેમજ અહીં શાસ્ત્રાભ્યાસ કરનારાની સમયાંતરે પરીક્ષા પણ લેવામાં આવે.
એમના અવિરત સ્વાધ્યાયના પરિપાકરૂપે આજે “શ્રી તત્ત્વાર્થભિગમ સુત્ર' ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. એની ઊડીને આંખે વળગે એવી વિશેષતા સિદ્ધાંતોની સરળ અને પ્રાદેશિક ભાષામાં આપેલી સમજૂતી છે. વળી એ સમજૂતિ આપતી વખતે કોઈના મનમાં પ્રશ્ન જાગે, તો એ પ્રશ્ન અને એનો એમણે આપેલો ઉત્તર પણ પુસ્તકમાં સમાવાયા છે. આમ એક અર્થમાં કહીએ તો ‘તત્ત્વાર્થસૂત્ર'ના દસેય અધ્યાયની આ શબ્દરૂપે જીવંત પાઠશાળા છે.
આ લેક્ટર્સની વિડિયો પણ યુ-ટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ હોવાથી દેશ-વિદેશના ધર્મજિજ્ઞાસુઓને એ ઉપયોગી બની રહે છે. ઊંડી ધર્મશ્રદ્ધા, આગવી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને એક શિક્ષકની જેમ પોતાની વાત સમજાવવાની નિપુણતા – આ બધી બાબતોને કારણે આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન બની રહ્યો છે. આને માટે શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતા અભિનંદનના અધિકારી છે.
- પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ