________________
‘તત્ત્વાર્થસૂત્ર'ની જીવંત પાઠશાળા
પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ કોઈ વિશાળ વટવૃક્ષની જેમ અનેક વડવાઈઓ હોય, તેમ ચંદ્રકાન્તભાઈ મહેતાની ઉત્કટ ધર્મભાવના અનેક પ્રકારે પ્રગટ થઈ છે. ગ્રંથરચના, પ્રવચન, સ્વાધ્યાય વર્ગો, દેશ-વિદેશમાં વ્યાખ્યાનો, સામાયિકના આયોજનો અને ધાર્મિક શિબિરો દ્વારા એમની આ ભાવનાની મહેંક અનુભવાય છે. એમના જિનશાસન પામ્યાનો આનંદ છે, તો એ બીજાને આપ્યાની પ્રસન્નતા પણ છે. પોતાની સમગ્ર કાર્યશક્તિ શાસનની સેવામાં રેડી દઈને એમણે નવા નવા આયામો સિદ્ધ કર્યા
પહેલી વાત તો એ છે કે ભારતમાં ફિઝિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં ન્યુક્લીયર એન્જિનિયરિંગમાં પણ એમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી. એમના અભ્યાસને પરિણામે એમના જીવનમાં આવેલી વૈજ્ઞાનિક દષ્ટિનો લાભ આજે એમની પાસેથી જ્યારે જૈન ધર્મના સિદ્ધાંતોની છણાવટ સાંભળીએ છીએ, ત્યારે પ્રાપ્ત થાય છે. વળી વર્ષો સુધી શિક્ષણકાર્ય કર્યું હોવાથી એમની પાસે જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓને શીખવવાની આગવી ટેકનિક પણ છે અને ચાર્ટ તેમજ જુદાં જુદાં સાધનો-માધ્યમો દ્વારા એક શિક્ષકની માફક પોતાની વાત જિજ્ઞાસુઓ સુધી સરળતાથી પહોંચાડી શકે છે. એથી ય વિશેષ એમના ચહેરા પરની પ્રસન્નતા અને ધર્મભાવનાઓ વ્યક્ત કરવાનો ઉમળકો સહુ શ્રોતાજનોના અંતરને સ્પર્શી જાય છે.
છેક ૧૯૯૦ થી એમણે ન્યૂજર્સી વિસ્તારમાં સ્વાધ્યાય પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. આજે એ વાતને ૨૬ વર્ષ વીતી ગયા છે, પરંતુ એમની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ધર્મનિષ્ઠા, શ્રુતઉપાસના અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આમ તો વીસ વર્ષ પહેલાં એમણે તત્ત્વાર્થસૂત્ર'નો સ્વાધ્યાય કરાવ્યો હતો. એ પછી હાલમાં છેલ્લા ચાર વર્ષથી નિયમિત રૂપે ન્યૂજર્સીના કોલ્ડવેલ દેરાસરમાં ‘તત્ત્વાર્થ સૂત્ર'નો સ્વાધ્યાય કરાવે છે. સ્વાધ્યાયની એમની પદ્ધતિ અને આયોજન ઘણાં