________________
પીટ્સબર્ગ, વોશીંગ્ટન વગેરે સ્થળે પજુસણ કરાવ્યાં છે. પજુસણનાં સારાં વ્યાખ્યાનો આપે છે. ધાર્મિક પ્રતિક્રમણાદિ ક્રિયા પણ કરાવે છે. વિદેશોમાં પણ સિંગાપુર, હોંગકોંગ, બેંગકોકમાં, જાપાન, દુબઈ, એન્ટવર્પ (બેજીયમ) પણ વ્યાખ્યાન આપવા જાય છે.
તેઓએ તૈયાર કરેલું આ તત્ત્વાર્થનું પુસ્તક મને જોવા તથા તપાસવા માટે તેઓએ આપ્યું હતું. મેં આદિથી અંત સુધી જોઈ આપેલ છે. જયાં જ્યાં જે જે સુધારા-વધારા કરવા જેવા લાગ્યા તે સુધારાવધારા કરેલ છે. જ્યારે જ્યારે તેઓને કોઈ કોઈ વિષય ન સમજાય તો મને પૂછે પણ છે અને હું મારા ક્ષયોપશમ પ્રમાણે તેમને યથાર્થ તત્ત્વ સમજાવવા પ્રયત્ન પણ કરું છું. તેઓ મારી વાત જલ્દીથી સમજીને
સ્વીકારી પણ લે છે. તેઓએ તત્ત્વાર્થમાં જણાવેલા વિષયો ખોલવામાં પોતાની શક્તિનો ભરપૂર | ઉપયોગ કર્યો છે. સાવધાની રાખીને લખાણ કર્યું છે. પરદેશમાં વસતા જીવો માટે આ પુસ્તક ઘણું જ ઉપકારક થાય તેમ છે.
દર મહિને એક વખત ન્યુ-જર્સીમાં સામાયિકનો પ્રોગ્રામ રાખે છે. તેમાં સર્વ સાથે મળીને ભક્તામર ગાય છે. ચંદ્રકાન્તભાઈ જુદા જુદા વિષયો ઉપર સ્વાધ્યાય કરાવે છે. ભણાવવામાં વિષયનો સારો એવો રસ છે. સાથે સાથે જીવન પણ સાદું અને કંટ્રોલવાળું છે. અસભ્ય વર્તન કે અનુચિત આચરણનું નામનિશાન ન મળે. સમાજના સંઘના તમામ ભાઈ-બહેનો સાથે પ્રેમ અને અહોભાવ પૂર્વકનું બોલવા-ચાલવાનું વર્તન ઘણું ઘણું બીજા જીવોને શિક્ષણ સ્વરૂપ બને છે. આશા રાખીએ કે તેઓ આવાં બીજાં પણ જૈન ધર્મના વિષયનાં ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કરે અને તેમનો આત્મા આવા પ્રકારની જ્ઞાનગંગામાં ડૂબકી માર્યા જ કરે.
સાંસારિક બોજાંઓથી સદા માટે દૂર જ રહે કે જેથી સ્વાધ્યાયના કામકાજની કાર્યવાહી વધારે વધારે સારી થાય. પોતાને મળેલી આ શક્તિને શાસનની સેવામાં અને પોતાના આત્માનો ઉપકાર કરવામાં જ વાપરે. વૈરાગી, સાધક અને અભ્યાસી છે અને તે તે ગુણોમાં વધારો કરતા જ રહે છે.
આવા સદ્ગુણો હોવાથી શાસનદેવને ફરી એકવાર વિનંતિ કરીએ કે તેઓ જૈનશાસનમાં આવાં કામો કરતા જ રહે અને તેના દ્વારા કર્મક્ષય કરીને જલ્દી મુક્તિપદ પ્રાપ્ત કરે એ જ મંગલ મનોકામના.
ફોન : (ઘર) ૦૨૬૧-૨૭૬ ૩૦૭૦ મો : ૯૮૯૮૩૩૦૮૩૫
લી. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્શ્વદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત. પીનકોડ-૩૯૫૦૦૯.