________________
૧૫૦ અધ્યાય : ૨, સૂત્ર-પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર એટલે કે ૨૫ વર્ષની સ્થિતિનું અપવર્તન- ઘટાડો થઈ ગયો. કારણકે તેને પૂર્વ જન્મમાં વર્તમાન ભવના આયુષ્યનો બંધ પડ્યો ત્યારે આયુષ્ય કર્મનો બંધ શિથિલ પડેલો.
(ર) અનપવર્તનીય:- કોઈપણ નિમિત્ત મળે નહીં અને મળે તો પણ આયુષ્યની સ્થિતિ ન ઘટે તે અનાવર્તનીય આયુષ્ય કહેવાય છે. ટૂંકમાં અકાળે મૃત્યુ ન થાય.
નીચે જણાવેલા ચાર પ્રકારના જીવોનું આયુષ્ય અનપવર્તનીય હોય છે. ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમપુરુષ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા.
પપાતિક:- ઉપપાતરૂપ જન્મથી ઉત્પન્ન થનારા દેવ અને નારકીના જીવો.
ચરમદેહી:- વર્તમાન ભવમાં જ મોક્ષે જનાર જીવ તે ચરમદેહી, અર્થાત્ જેને હવે પછી કોઈ શરીર ફરીથી ગ્રહણ કરવાનું નથી. આવા ચરમશરીરી ફક્ત મનુષ્યો જ છે.
ઉત્તમપુરુષો :- ૨૪ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ. આ રીતે કુલ ૬૩ શલાકા પુરૂષો ઉત્તમ પુરૂષો કહેવાય છે. અસંખ્યવર્ષના આયુષ્યવાળા:- ૧૫ કર્મભૂમિમાં ઉત્સર્પિણીકાળમાં છેલ્લા ત્રણ આરામાં અને અવસર્પિણી કાળમાં પહેલા ત્રણ આરામાં યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચોનું આયુષ્ય અસંખ્યાતવર્ષોનું હોય છે. અનપવર્તનીય આયુષ્ય બે પ્રકારનું છે. (૧) સોપક્રમ (ઉપક્રમ સહિત) અને (૨) નિરૂપક્રમ(ઉપક્રમ રહિત)
(૧) સોપક્રમ:- જે કારણોથી આયુષ્યકર્મની અતિ દીર્ઘકાળની સ્થિતિ પણ ઘટીને અલ્પકાળની થઈ શકે તે કારણોને ઉપક્રમ કહેવાય છે. આવો ઉપક્રમ જેને પ્રાપ્ત થવાની સંભાવના છે તેને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. અપવર્તનીય આયુષ્ય સોપક્રમી જ હોય છે. છરી-તલવાર આદિ મૃત્યુનાં નિમિત્ત મળે, તેનાથી આયુષ્ય તુટે અને જીવ મૃત્યુ પામે તે અપવર્તનીય સોપક્રમ કહેવાય. આયુષ્ય ઘટે નહીં પરંતુ મૃત્યુ પામતાં નિમિત્ત મળે અથવા નિમિત્ત ન પણ મળે તે અનાવર્તનીય આયુષ્ય સોપક્રમી અને નિરૂપક્રમી એમ બે પ્રકારનું હોય છે. ગજસુકુમાલ મુનિ તથા ખંધક મુનિના ૪૯૯ શિષ્યોનું આયુષ્ય અનાવર્તનીય સોપક્રમ હતું. ૨૪ તીર્થકર ભગવંતનું આયુષ્ય અનપવર્તનીય નિરૂપકમ હતું.
(૨) નિરૂપક્રમ - જે આયુષ્યને આવા ઉપક્રમો પ્રાપ્ત થાય જ નહીં તેને નિરૂપક્રમ આયુષ્ય કહેવાય છે. સોપક્રમ હોય કે નિરૂપક્રમ હોય, પરંતુ અનાવર્તનીય આયુષ્યની સ્થિતિ કદાપિ ઘટતી નથી. કારણકે તેના આયુષ્યનો કર્મબંધ ગાઢ હોય છે.