SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૫૨ સૂત્ર (૨-પર) પ્રયોજન :- આયુષ્યના ભેદ તથા તે આયુષ્ય કોને કોને હોય ? औपपातिकचरमदेहोत्तमपुरुष ऽसंख्येयवर्षायुषो ऽनपवर्त्यायुषः = ૨-૧૨ ઔપપાતિકચરમદેહોત્તમપુરુષ સંખ્યયવર્ષાયુષોઽનપવર્તાયુષઃ ઔપપાતિક-ચરમદેહ-ઉત્તમપુરૂષ-અસંખ્યેયવર્ષાયુષઃ-અનપવર્ષાયુષઃ ૨-૫૨ = શબ્દાર્થ :- ઔપપાતિક ઉપપાત જન્મવાળા, ચરમદેહ તે જ ભવે મોક્ષે જનારા, ઉત્તમપુરૂષ = તીર્થંકર, ચક્રવર્તી વગેરે ૬૩ શલાકા પુરૂષો, અસંખ્યયવર્ષાયુષઃ અસંખ્યાત વર્ષના આયુષ્ય ધરાવતા, અનપર્યાયુષ = અનપવર્તનીય સ્થિતિ (ઘટે નહિ તેવા) આયુષ્યવાળા. = ૧૪૯ ૨-૫૨ સૂત્રાર્થ :- ઉપપાત જન્મવાળા (દેવ અને નારક), ચરમ શરીરી (તે જ ભવમાં મોક્ષે જનારા) ઉત્તમપુરૂષ, અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા(મનુષ્ય અને તિર્યંચ), (એ ચારે પ્રકારના જીવો અનપવર્તનીય (ઘટે નહીં તેવા) આયુષ્યવાળા હોય છે. ભાવાર્થ :- ચાર ગતિરૂપ સંસારમાં આયુષ્ય વિષે લોકમાં જુદી જુદી માન્યતા પ્રવર્તે છે. કોઈ કહે છે કે પૂર્વ ભવમાં આયુષ્ય જેટલું બાંધ્યું હોય તે પૂર્ણ થાય એટલે કે પૂરું ભોગવાઇ જાય એટલે મૃત્યુ થાય છે. કોઈ કહે છે કે આયુષ્ય પૂર્ણ થયા પહેલા શસ્ત્ર વગેરે નિમિત્તથી મૃત્યુ થાય છે. તો સત્ય શું છે ? સૂત્રકા૨ ભગવંત કહે છે કે બંને વાતો સત્ય છે. મૃત્યુ અકાળે સંભવે છે અને નિયતકાળે પણ સંભવે છે કારણકે આયુષ્યના બે ભેદ છે. (૧) અપવર્તનીય અને (૨) અનપવર્તનીય. (૧) અપવર્તનીય : - કોઈ પણ નિમિત્તથી આયુષ્યની સ્થિતિ ઘટવી તે આયુષ્ય અપવર્તનીય કહેવાય છે. એક ઉદાહરણથી અપવર્તનીય આયુષ્ય શું છે તે વિચારીએ. ધારોકે કોઈ જીવે પૂર્વભવમાં, વર્તમાનભવનું ૧૦૦ વર્ષનું આયુષ્ય બાંધ્યું. હવે ૭૫મે વર્ષે તેને સર્પદંશ થયો અને તેનું મૃત્યુ થયું. સર્પદંશનું નિમિત્ત મળતા, છેલ્લા ૨૫ વર્ષની સ્થિતિમાં (આયુષ્યમાં) રહેલા આયુષ્ય કર્મનાં દલિકો અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ ગયા.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy