________________
૧૪૮
અધ્યાય : ૨, સૂત્ર-૫૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સ્ત્રીવેદઃ- જે ચિહ્નથી સ્ત્રી ઓળખાય તે સ્ત્રીવેદ. પુરૂષ સાથે વિષયસેવનની ઈચ્છા તે ભાવવેદ.
નપુંસકવેદઃ- જેનામાં કંઈક અંશે પુરુષ ચિહ્ન અને કંઈક અંશે સ્ત્રીનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુંસકવેદ છે.
પુરુષ તથા સ્ત્રી બંને સાથે વિષય સેવનની ઈચ્છા તે ભાવ નપુંસકવેદ. દ્રવ્યવેદ એ નામકર્મના ઉદયનું ફળ છે. ભાવવેદ એ મોહનીય કર્મના ઉદયનું ફળ છે.
નારકીના પંચેન્દ્રિય જીવો તથા સર્વે સંમૂર્ણિમ જીવો (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચો, અસંજ્ઞી મનુષ્યો) અર્થાત્ સૂક્ષ્મ એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો નપુંસકવેદના ઉદયવાળા હોય છે.
આવા જીવોને ચારિત્ર મોહનીયના ત્રણ વેદમાંથી એક નપુંસકવેદનીય કર્મનો જ ઉદય હોય છે.
સૂત્ર (ર-૫૧) પ્રયોજન - દેવોને ક્યો વેદ કે લિંગ હોય છે?
न देवाः ૨-૨ ન દેવાઃ ૨-૫૧ ન દેવાઃ
ર-૫૧ શબ્દાર્થ :- ન = નહિ, દેવા = દેવો સૂત્રાર્થ :- દેવો (નપુંસક) હોતા નથી.
ભાવાર્થ - પૂર્વ જન્મમાં ત્રણે વેદ મોહનીયકર્મ બાંધેલું તો હોય છે, પરંતુ દેવગતિમાં ક્યારેય પણ દ્રવ્યથી નપુંસકવેદનો ઉદય હોતો નથી. ભવનપતિ નિકાયથી બીજા દેવલોક સુધી દેવ અને દેવી બંને હોવાથી અનુક્રમે પુરૂષવેદ અને સ્ત્રીવેદ હોય છે. પરંતુ ત્રીજો દેવલોક અને તેથી ઉપરના દેવલોકમાં દ્રવ્યથી માત્ર પુરૂષવેદ જ હોય છે. ટૂંકમાં દેવોને નપુંસકવેદ ન હોય એમ કહેવાથી પુરૂષવેદ અને સ્ત્રીવેદ હોય એમ સિદ્ધ થાય છે.