________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૫૦
૧૪૭ અવ્યાઘાતિ = વ્યાઘાત રહિત (અપ્રતિઘાતી), આહારક = આહારક શરીર, ચતુર્દશપૂર્વધર = ચૌદપૂર્વધર મુનિ, એવ = જ.
સૂત્રાર્થ:- આહારક શરીર શુભ છે, વિશુદ્ધ છે, અપ્રતિઘાતી છે અને ચૌદપૂર્વધરને (મુનિને) જ હોય છે.
ભાવાર્થ:- આહારક શરીર અત્યંત શુભ છે કારણ કે હાડ, માંસ, ચરબી, રૂધિર આદિથી રહિત છે અને ઉત્તમ પુદ્ગલોનું બનેલું છે માટે વિશુદ્ધ છે.
મનમાં સંશય ઉત્પન્ન થતાં તેના સમાધાન માટે અથવા તીર્થંકરની ઋદ્ધિ જોવાની ઈચ્છા થતાં તીર્થકરની પાસે જવા ચૌદપૂર્વધર મુનિ એક હાથનું શુદ્ધ સ્ફટિક જેવું સુંદર શરીર બનાવે છે. ગમે તેટલી વેગવાળી ગતિથી મહાવિદેહમાં જાય તો પણ માર્ગમાં
ક્યાંય વ્યાઘાત પામતું નથી તેથી અપ્રતિઘાતી (અવ્યાઘાતિ) છે. ઔદારિક શરીર જ્યાં રહ્યું હોય ત્યાંથી આરંભીને આહારક શરીર જ્યાં ગયું હોય ત્યાં સુધી આત્મપ્રદેશો સંલગ્ન હોય છે. કાર્ય પૂર્ણ થતાં તે શરીરનો ત્યાગ કરે છે ત્યારે આત્મપ્રદેશો મૂળ ઔદારિક શરીરમાં સમાઈ જાય છે. આ શરીર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે.
સૂત્ર (ર-૫૦) પ્રયોજન - નારક અને સંમૂર્ણિમ જીવોના લિંગનું (વેદનું) પ્રતિપાદન.
नारकसम्मूर्छिनो नपुसंकानि २-५० નારકસમૂછિનો નપુસંકાનિ ૨-૫૦
નારક સમૂછિનઃ નપુસંકાનિ ૨-૫૦ શબ્દાર્થ:- નારક = નારકીના જીવો, સમૂછિન = સંમૂછિમ જીવો, નપુસંક = નપુસંક વેદના ઉદયવાળા
સૂત્રાર્થ :- નારક અને સંમૂર્ણિમ જીવો નપુંસક જ હોય છે.
ભાવાર્થ - ગ્રંથકારશ્રી શરીરોના વર્ણન પછી લિંગ (વદ)નું વર્ણન કરે છે. લિંગ એટલે ચિહ્ન. તેના ત્રણ પ્રકાર છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ લિંગને વેદ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. વેદના બે ભેદ છે. દ્રવ્ય વેદ અને ભાવ વેદ.
પુરૂષવેદઃ- જે ચિહ્નથી પુરૂષ ઓળખાય તે દ્રવ્યવેદ. સ્ત્રી સાથે વિષય સેવનની ઈચ્છા તે ભાવવેદ. ભાવવેદ મોહનીયકર્મના ઉદયથી થાય છે.