SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અધ્યાય : ૨, સૂત્ર-૪૮-૪૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) ભવધારણીય વૈક્રિય શરીર જન્મથી જીવનપર્યત હોય છે. (૨) ઉત્તરક્રિય શરીર જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવે છે. આ બંને પ્રકારના શરીર જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટથી ભવધારણીય વૈક્રિય શરીર ૫૦૦ ધનુષ અને ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ હોય છે. સૂત્ર (૨-૪૮) પ્રયોજન - વૈક્રિય શરીર ઔપપાતિક સિવાય અન્ય પ્રકારે પણ હોઈ શકે છે. लब्धिप्रत्ययं च ૨-૪૮ લબ્ધિપ્રત્યય ચ ૨-૪૮ લબ્ધિ પ્રત્યયં ચ ૨-૪૮ શબ્દાર્થ :- લબ્ધિ = વિશિષ્ટ શક્તિ, પ્રત્યય = નિમિત્ત, ચ = વૈક્રિય શરીરનો સંબંધ દર્શાવે છે. સૂત્રાર્થ :- લબ્ધિરૂપ નિમિત્તથી પણ (વૈક્રિય શરીર થાય છે.) ભાવાર્થ :- ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને અને વાયુકાયના જીવોને લબ્ધિપ્રત્યય (લબ્ધિરૂપ નિમિત્તથી) વૈક્રિય શરીર હોય છે. કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને તપના સેવનથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવોને સ્વભાવિકપણે લબ્ધિ પ્રાપ્ત થાય છે. સૂત્ર (ર-૪૯) પ્રયોજન - આહારક શરીરના સ્વામી કોણ? शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव २-४९ શુભ વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરટ્યૂવ ૨-૪૯ શુભ વિશુદ્ધ અવ્યાઘાતિ ચ આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવ ૨-૪૯ શબ્દાર્થ - શુભ = સારા પુદ્ગલ દ્રવ્યવાળુ, વિશુદ્ધ = નિર્મળ દ્રવ્યવાળુ,
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy