________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૪૬-૪૭
૧૪૫ સૂત્ર (૨-૪૬) પ્રયોજન - દારિક શરીરના સ્વામી કોણ? गर्भसंमूर्छनजमाद्यम्
२-४६ ગર્ભસંમૂછનજમાદ્યમ્
૨-૪૬ ગર્ભ સંમૂર્ખનનમ્ આદ્યમ્ ૨-૪૬ શબ્દાર્થ - ગર્ભજ = ગર્ભજન્મવાળા, સમૂછનજ = સમૂઈન જન્મવાળા, આદ્ય = પહેલું (ઔદારિક)
સૂત્રાર્થ - પહેલું (ઔદારિક શરીર) ગર્ભથી અને સંપૂઈનપણે (ઉત્પન્ન) થનારા જીવોને હોય છે.
ભાવાર્થ:- સૂત્ર ર-૩રમાં ત્રણ પ્રકારે જન્મ બતાવ્યા. તેમાંથી ગર્ભ અને સંમૂર્ણન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદારિક શરીર હોય છે. ગર્ભજ અને સંમૂર્ણિમ જીવોને માત્ર ઔદારિક શરીર જ હોય એવો નિયમ નથી, કારણકે અન્ય કાર્પણ વગેરે શરીરો પણ હોય છે. પરંતુ દારિક શરીર ગર્ભજ અને સંમૂછન જન્મવાળા પ્રાણીઓને જ હોય એવો નિયમ છે.
સૂત્ર (૨-૪૭) પ્રયોજન - વૈક્રિય શરીર કોને હોય?
वैक्रियमौपपातिकम् २-४७ વૈિક્રિયમીપપાતિકમ્ ૨-૪૭
વૈક્રિયમ્ ઔપપાતિકમ્ ૨-૪૭ શબ્દાર્થ - વૈક્રિય = વૈક્રિય શરીર, પપાતિક = ઉપપાત વિષે. સૂત્રાર્થ - વૈક્રિય શરીર ઉપપાત જન્મવાળા (દવ-નારકી) ને હોય છે.
ભાવાર્થ :- ઉપપાત રૂપ નિમિત્ત વડે જે વૈક્રિયશરીર ઉત્પન્ન થાય છે તે દેવોને અને નારકોને જ હોય છે.
પપાતિક વૈક્રિય શરીર બે પ્રકારનું છે. (૧) ભવધારણીય અને (૨) ઉત્તર વૈક્રિય